Not Set/ મ્યૂકરમાઈકોસિસ કોને થાય છે? કેવા લક્ષણો દેખાય છે?

મ્યૂકરમાઈકોસિસથી બચવા શું કરવું? કઈ દવાઓ લઈ શકાય?

Health & Fitness Trending Lifestyle
Mucaemycosis મ્યૂકરમાઈકોસિસ કોને થાય છે? કેવા લક્ષણો દેખાય છે?

છેલ્લાં ઘણાં મહિનાઓથી સમગ્ર વિશ્વ કોરોના નામની ગંભીર બીમારી સામે લડત આપી રહ્યું છે. હાલના સંજાગોની જો વાત કરીએ તો કોરોનાના સંક્રમણ પર ધીમે ધીમે કાબુ મેળવાઈ રહ્યો હોય તેમ તેના આંકડા દર્શાવે છે. પરંતુ આ સાથે કોરોના બાદ એક નવી જીવલેણ બીમારીે લોકોને ભયભીત કરી મૂક્યા છે, જેવું નામ છે ‘મ્યૂકરમાઈકોસિસ’.. આવો જાણીએ આ મ્યૂકરમાઈકોસિસ બીમારી વિશે મહત્વની જાણકારી…

કોને થઈ શકે મ્યૂકરમાઈકોસિસ?
હાઈ રિસ્કના વ્યક્તિઓને મ્યૂકરમાઈકોસિસ થવાનો વધુ ખતરો રહે છે.
ડાયાબીટીઝ, કેન્સર, ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ડ્રગ્સ લેનારને વધુ ખતરો રહે છે.
લાંબા સમયથી સ્ટિરોઈડ આપવાના કારણે પણ તે વ્યક્તિને મ્યૂકરમાઈકોસિસની વધુ સંભાવના રહે છે.
ભેજવાળો ઑક્સિજન લેવાના કારણે મ્યૂકરમાઈકોસિસની વધુ સંભાવના રહે છે.
કુપોષિત કે નવજાત બાળકને મ્યૂકરમાઈકોસિસનો ખતરો રહે છે
સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેમને ખતરો રહે છે.
સર્જરી, ઘા કે દાઝેલી ચામડી હોય તેમને મ્યૂકરમાઈકોસિસની વધુ સંભાવના રહે છે.
મ્યૂકરમાઈકોસિસની ફૂગ જે ભાગમાં પ્રસરી રહી હોય તો આધારે લક્ષણો દેખાય છે.

મ્યૂકરમાઈકોસિસથી બચવા શું કરવું?
N95 માસ્ક અવશ્ય પહેરવું.
વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળો.
ત્વચા પર ઘા ન વાગે તેની ખાસ કાળજી રાખો.
લાગેલા ઘાને તરત જ સાબુ-પાણીથી સાફ કરો.
ઘા વાગે તો તેને 2-3 કલાકે ડેટોલથી સાફ કરો.

ઉપચાર માટે શું કરશો?
નિષ્ણાંત ડૉક્ટરને પૂછીને ફૂગ પ્રતિરોધક દવાઓ અવશ્ય લો.

કઈ દવાઓ લઈ શકાય?
એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઈસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે.
શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ કે કોષને સર્જરીથી દૂર કરી શકાય

આ પણ વાંચો- ઘરમાં ક્વોરન્ટાઈન થાવ ત્યારે આટલી ચીજો અવશ્ય સાથે રાખશો