Not Set/ બાળકોનું આધાર કાર્ડ, આ રીતે નીકાળો

દસ્તાવેજો કયા જોયશે? બાળકોના આધાર કાર્ડ કરાવવા માટે તમારે વધારે દસ્તાવેજની જરૂર નહીં પડે. જન્મનો દાખલો બાળકના માતા-પિતાનું આધાર કાર્ડ વાલીનું એડ્રેસ પ્રૂફ વાલીનું આઇડી પ્રૂફ આ વાતનું પણ ધ્યાન રાખો નોંધનીય છે કે તમે 1 વર્ષના બાળક કે બાળકીનું આધાર કાર્ડ બનાવી શકો છો. સાથે જ જો બાળક 5 વર્ષથી નાનું છે તો તેનો […]

Tech & Auto

દસ્તાવેજો કયા જોયશે?

બાળકોના આધાર કાર્ડ કરાવવા માટે તમારે વધારે દસ્તાવેજની જરૂર નહીં પડે.

જન્મનો દાખલો

બાળકના માતા-પિતાનું આધાર કાર્ડ

વાલીનું એડ્રેસ પ્રૂફ

વાલીનું આઇડી પ્રૂફ

આ વાતનું પણ ધ્યાન રાખો

નોંધનીય છે કે તમે 1 વર્ષના બાળક કે બાળકીનું આધાર કાર્ડ બનાવી શકો છો.

સાથે જ જો બાળક 5 વર્ષથી નાનું છે તો તેનો બાયોમેટ્રિક ડેટા નહીં લેવામાં આવે. કારણ કે 5 વર્ષ સુધી બાળકનો બાયોમેટ્રિક ડેટા સતત બદલાતો રહે છે.

15 વર્ષનું જ્યારે બાળક થશે ત્યારે તેનું છેલ્લી વાર તેનું બાયોમેટ્રિક ડેટા રેકોર્ડ કરવામાં આવશે.  તે પછી તેનો બાયોમેટ્રિક વારંવાર બદલાની કે કરાવાની જરૂર નહીં પડે.

બાળકો અને મોટાઓ માટે આધાર કાર્ડ બનાવાની પ્રક્રિયા એક જ છે.

ખાલી દસ્તાવેજોમાં થોડો ફરક છે. તમે આ માટે ઓનલાઇન પણ મુલાકાત બુક કરાવી શકો છો,

યુઆઇડીએઆઇ ની વેબસાઇટ પર જઇ Aadhaar Card Registration લિંક પર ક્લિક કરો.

પછી ફોર્મ ડાઉનલોડ કરો અને તેમાં તમારા બાળકોનું નામ, તમારો મોબાઇલ નંબર અને ઇ મેલની જાણકારી ભરો.

તે પછી Fix Appointment પર ક્લિક કરો. આ પછી આધાર કાર્ડ એનરોલમેન્ટ સેન્ટર કે ઇ સેવા કેન્દ્ર પર તમારી મુલાકાત ફિક્સ કરાવો.

નક્કી દિવસે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર તમારા બાળક અને જરૂરી દસ્તાવેજ સાથે હાજર રહો.

અહીં તમામ દસ્તાવેજોનું વેરિફેક્શન અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારું આધાર કાર્ડ બની જશે.