Technology/ Google Payમાં આવ્યું નવું ફીચર, હવે અમેરિકાથી સીધા ભારતમાં મોકલી શકાશે પૈસા

Googleએ હવે ઇન્ટરનેશલ મની ટ્રાન્સફર ફીચર લૉન્ચ કર્યું છે. આ ફીચર માટે Googleએ Wise અને Western Union Coની સાથે ભાગીદારી કરી છે. આ ફીચરથી હવે અમેરિકાના યુઝર્સ ભારતમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. Google Payના અમેરિકન યુઝર્સ હવે આ એપની મદદથી ભારત અને સિંગાપુરના યુઝર્સને પૈસા મોકલી શકશે. કંપની તેને હાલ Wiseની સાથે મળીને 80 વધુ […]

Tech & Auto
Untitled 136 Google Payમાં આવ્યું નવું ફીચર, હવે અમેરિકાથી સીધા ભારતમાં મોકલી શકાશે પૈસા

Googleએ હવે ઇન્ટરનેશલ મની ટ્રાન્સફર ફીચર લૉન્ચ કર્યું છે. આ ફીચર માટે Googleએ Wise અને Western Union Coની સાથે ભાગીદારી કરી છે. આ ફીચરથી હવે અમેરિકાના યુઝર્સ ભારતમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે.

Google Payના અમેરિકન યુઝર્સ હવે આ એપની મદદથી ભારત અને સિંગાપુરના યુઝર્સને પૈસા મોકલી શકશે. કંપની તેને હાલ Wiseની સાથે મળીને 80 વધુ દેશોમાં ઉપલબ્ધ કરાવશે. આ સિવાય આ વર્ષના અંત સુધીમાં Western Unionની સાથે મળીને બીજા દેશોમાં પણ તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગૂગલ 470 અરબ ડોલરના મની ટ્રાન્સફર માર્કેટમાં પણ પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. આમાં વધારેમાં વધારે માર્કેટ કેપ્ચર કરવા માટે તે ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં કામ કરી રહ્યું છે. લંડન બેસ્ડ કંપની Wiseની શરૂઆત 2011માં કરવામાં આવી હતી. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફરને સસ્તુ અને સરળ બનાવવાનો છે.

આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફરમાં વેસ્ટર્ન યુનિયન માર્કેટ લીડર બનેલું છે. તેનું ગ્લોબલ નેટવર્ક ફિજિકલ લોકેશન પર પણ ફેલાયેલું છે. આ બંને કંપનીઓની ભાગીદારી હવે ગૂગલ પે સાથે થઈ છે. ગૂગલ પેની પાસે 40 દેશોના 150 મિલિયન યુઝર્સ છે.

કોરોના વાયરસના કારણે ડિજિટલ પેમેન્ટમાં ખૂબ તેજી આવી છે. આ કારણે ડિજિટલ પેમેન્ટનું માર્કેટ ખૂબ વધ્યું છે. ગૂગલે કહ્યું કે, કોરોનાથી ઘણા લોકો પ્રભાવિત થયા છે. અમે લોકોના પેમેન્ટને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.