Not Set/ હવે મારુતિ પણ સહમત, – ઓલા, ઉબેરને કારણે કાર બજારમાં મંદી…

મારુતિ સુઝુકી ઇન્ડિયાના અધ્યક્ષ આર.સી. ભાર્ગવે એક મુલાકાતમાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને તેમણે આ સંદર્ભે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે.  મારુતિ સુઝુકીએ પણ સ્વીકાર્યું છે કે ઓલા, ઉબેર જેવી એગ્રિગેટર ટેક્સી સેવાઓને કારણે કારનું બજાર ધીમું થયું છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાના અધ્યક્ષ આર.સી. ભાર્ગવે મુલાકાતમાં આ વાતનો સ્વીકાર કરી ચૂક્યા […]

Top Stories India Tech & Auto Business
હવે મારુતિ પણ સહમત, - ઓલા, ઉબેરને કારણે કાર બજારમાં મંદી...

મારુતિ સુઝુકી ઇન્ડિયાના અધ્યક્ષ આર.સી. ભાર્ગવે એક મુલાકાતમાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને તેમણે આ સંદર્ભે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે.

 મારુતિ સુઝુકીએ પણ સ્વીકાર્યું છે કે ઓલા, ઉબેર જેવી એગ્રિગેટર ટેક્સી સેવાઓને કારણે કારનું બજાર ધીમું થયું છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાના અધ્યક્ષ આર.સી. ભાર્ગવે મુલાકાતમાં આ વાતનો સ્વીકાર કરી ચૂક્યા છે અને તેમણે આ અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે.

u1 હવે મારુતિ પણ સહમત, - ઓલા, ઉબેરને કારણે કાર બજારમાં મંદી...

અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જ્યારે આ વાતની પ્રતિક્રિયા આપી હતી ત્યારે મારુતિના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે તેઓ આ સાથે સહમત નથી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, આજકાલ લોકો ઓલા-ઉબેરનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. નાણાં પ્રધાને કહ્યું હતું કે, “બીએસ 6 અને લોકોની વિચારસરણીમાં પરિવર્તનથી ઓટોમોબાઈલ ઉદ્યોગ પ્રભાવિત થઈ રહ્યો છે, લોકો અને ખાસ કરીને મિલેનિયલ પેઢી હવે કાર ખરીદવાના બદલે ઓલા અથવા ઉબેરને પસંદ કરે છે.”

m1 હવે મારુતિ પણ સહમત, - ઓલા, ઉબેરને કારણે કાર બજારમાં મંદી...

મારુતિ સુઝુકી ઇન્ડિયાના અધ્યક્ષ આર.સી. ભાર્ગવે કહ્યું કે, “ઓલા અને ઉબેર જેવી કંપનીઓને કારણે ભારતીય યુવાનો હવે મુસાફરી માટે કાર ખરીદવાની જરૂરિયાત સમજી શકતા નથી અને તેના બદલે તેઓ તેમની આવકનો વધુ ખર્ચ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં ખર્ચ કરે છે.”  તેમણે કહ્યું કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું તાજેતરનું નિવેદન ‘સાચું’ છે.

u2 હવે મારુતિ પણ સહમત, - ઓલા, ઉબેરને કારણે કાર બજારમાં મંદી...

તેમણે એમ પણ કહ્યું હતું કે કારના ભાવમાં વધારા સાથે ભારતીયોની ખરીદ શક્તિ વધી રહી નથી. તેમણે કહ્યું કે ભારતમાં લોકોની માથાદીઠ આવક માત્ર $ 2200 છે (સરેરાશ વાર્ષિક આશરે ૧.66 લાખ રૂપિયા) છે, જ્યારે યુરોપમાં તે આશરે 18 ગણી $ 40,000 જેટલી છે. પરંતુ ભારત અને યુરોપમાં કારના ધોરણમાં કોઈ ફરક નથી. યુરોપ અને ચીન કરતા અહીં ટેક્સ ઘણો વધારે છે. આવી રીતે, આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે વધુ અને વધુ લોકો કાર ચલાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.