Not Set/ સેમસંગે લૉન્ચ કર્યો ગેલેક્સી M12, મોટી બેટરી અને દમદાર કેમેરા મળશે, જાણો કિંમત અને ઑફર્સ

સેમસંગે ભારતીય બજારમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ગેલેક્સી M12ના રોજ લોન્ચ કરી દીધો છે. આ બજેટ ફોનમાં 6000mAhની મોટી બેટરી છે અને આ સેમસંગ એક્સીનોસ 850 પ્રોસેસરથી સજ્જ છે. આ ઉપરાંત આ બજેટ સ્માર્ટફોનમાં ચાર રિયર કેમેરા મળશે. તો ચાલો જાણીએ ફોનની કિંમત અને તેના સ્પેસિફિકેશન અંગે… ગેલેક્સી M12ના ભારતમાં બે વેરિએન્ટ લૉન્ચ કરવામાં આવ્યા […]

Tech & Auto
gsmarena 001 1 સેમસંગે લૉન્ચ કર્યો ગેલેક્સી M12, મોટી બેટરી અને દમદાર કેમેરા મળશે, જાણો કિંમત અને ઑફર્સ

સેમસંગે ભારતીય બજારમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ગેલેક્સી M12ના રોજ લોન્ચ કરી દીધો છે. આ બજેટ ફોનમાં 6000mAhની મોટી બેટરી છે અને આ સેમસંગ એક્સીનોસ 850 પ્રોસેસરથી સજ્જ છે. આ ઉપરાંત આ બજેટ સ્માર્ટફોનમાં ચાર રિયર કેમેરા મળશે. તો ચાલો જાણીએ ફોનની કિંમત અને તેના સ્પેસિફિકેશન અંગે…

ગેલેક્સી M12ના ભારતમાં બે વેરિએન્ટ લૉન્ચ કરવામાં આવ્યા છે. બેઝ મોડલ જેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની કિંમત 10,999 રુપિયા છે. બીજુ વેરિએટ, જેમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે જેની કિંમત 13,499 રુપિયા છે.

gsmarena 001 સેમસંગે લૉન્ચ કર્યો ગેલેક્સી M12, મોટી બેટરી અને દમદાર કેમેરા મળશે, જાણો કિંમત અને ઑફર્સ

ફોન એટ્રેક્ટિવ બ્લેક, એલિગેન્ટ બ્લૂ અને ટ્રેન્ડી એમરલ્ડ ગ્રીન કલર ઑપ્શનમાં ઉપલબ્ધ હશે. આની પહેલી સેલ 18 માર્ચથી શરુ થશે અને આને એમેઝોન, સેમસંગ ડોટ કોમ અને પસંદગીના રિટેલ સ્ટોરથી સીધા ખરીદી શકાશે. લૉન્ચ ઓફર હેઠળ ICICI બેન્ક કાર્ડ ગ્રાહકોને 1,000 રુપિયાનું કેશબેક મળશે.

સેમસંગનો ગેલેક્સી M12 એન્ડ્રોઇડ બેઝ્ડ વન યુઆઇ કોર ઓએસ પર ચાલે છે અને ડ્યુઅલ નેનો સિમની સાથે આવે છે. તેમાં 6.5 ઇંચ એચડી પ્લસ ટીએફટી ઇન્ફિનિટી વી ડિસ્પ્લે છે જેનો આસ્પેક્ટ રેશિયો 20: 9 છે.

ફોન એક્સીનોસ 850 પ્રોસેસરથી સજ્જ છે અને તેને 6 જીબી સુધીની રેમની સાથે જોડવામાં આવ્યું છે. તેમાં 128 જીબી સુધીનો સ્ટોરેજ મળશે, જેનાથી માઇક્રોએસડી કાર્ડથી 1TB સુધી વધારી શકાય છે.

ફોનમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં f/2.0 અપર્ચરની સાથે 48-મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, f/2.2 અપર્ચરની સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, જે વોટરડ્રૉપ નૉચમાં ફિટ છે.

ગેલેક્સી M12માં 6000mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં તેમાં 58 કલાકનો ટૉક ટાઇમ મળે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી ઑપ્શન્સમાં 4G એલટીઇ, વાઇ-ફાઇ 802.11 બી/જી/એન, બ્લૂટુથ 5.0, જીપીએસ/એ-જીપીએસ, યૂએસબી, ટાઇપ-સી અને 3.5 એમએમ હેડફોન જેક સામેલ છે. ફોનનું ડાયમેન્શન 164.0×75.9×9.7 મિની છે અને વજન 221 ગ્રામ છે.