Not Set/ ચીનની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ હવે સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારીમાં

ચીનની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ હવે સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઓછી કિંમતમાં વધારે સ્પેસીફીકેશન અને જોરદાર પરફોર્મન્સ વાળા સ્માર્ટફોન મેકરની કંપનીએ પોતાના નવા પ્લાન વિશે કહ્યું હતું. વનપ્લસ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ પીટ લઉંએ પોતાના બ્લોગમાં પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી હતી. સ્માર્ટ ટીવીની કામગીરી તે પોતે સંભાળશે તેવું તેમણે […]

Tech & Auto
43PUT7690 V7 IMS en IN ચીનની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ હવે સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારીમાં

ચીનની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ હવે સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઓછી કિંમતમાં વધારે સ્પેસીફીકેશન અને જોરદાર પરફોર્મન્સ વાળા સ્માર્ટફોન મેકરની કંપનીએ પોતાના નવા પ્લાન વિશે કહ્યું હતું.

વનપ્લસ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ પીટ લઉંએ પોતાના બ્લોગમાં પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી હતી. સ્માર્ટ ટીવીની કામગીરી તે પોતે સંભાળશે તેવું તેમણે લખ્યું હતું.

વનપ્લસના સીઈઓએ કહ્યું હતું કે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિકસે સમય સાથે બદલાવ કરીને આપની જીદગીને સરળ કરી છે. પરંતુ ટીવી અત્યારે પરંપરાગત થઇ ગયું છે. અમે એક નવા ટીવીના એડીશનને એક્સ્પ્લોર કરવા જઈ રહ્યા છે જે તમારી રોજની જિંદગીને સરળ બનાવશે.

હાલ વનપ્લસ કંપની સ્માર્ટ ટીવી ડેવલોપમેન્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને કંપનીના ફાઉન્ડર તેમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ પણ કરવાના છે તેવું નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

રીપોર્ટના જણાવ્યા પ્રમાણે વનપ્લસના સ્માર્ટ ટીવી આવતા વર્ષ સુધીમાં લોન્ચ થઇ શકે છે.

વનપ્લસના જણાવ્યા પ્રમાણે ટીવી હાલ ટ્રેડીશનલ છે. આ સ્માર્ટ ટીવીની શરૂઆત ક્રાંતિકારી નહિ કરવામાં આવે કેમ કે આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. કંપની તેમાં અપડેટની મદદથી બદલાવ લાવશે.

કંપનીના ફાઉન્ડરે કહ્યું હતું કે અમે લોકોની ઉમ્મીદને આટલું જલ્દી વધારવા નથી માંગતા કેમ કે આ પ્રોસેસમાં થોડો સમય લાગશે અને સોફ્ટવેરની મદદથી તેને સારી રીતે અપડેટ કરશું.

ઉલ્લેખનીય છે કે ચીનની સ્માર્ટફોન મેકર કંપની શાઓમીએ પણ ભારતમાં ટીવી સીરીઝ લોન્ચ કર્યું છે. કિંમત અને ફીચર આકર્ષક હોવાથી આ ટીવીને હાલ ભારતના માર્કેટમ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વનપ્લસ કંપનીનું પણ સ્માર્ટ ટીવી માર્કેટમાં આવ્યા પછી શાઓમીના ટીવીને કેવી ટક્કર આપશે તે તો સમય આવ્યે જ  ખબર પડશે.