Technology/ ફ્લિપકાર્ટ પર શરુ થઇ નવી સુવિધા, બોલવા પર જ થઇ જશે શોપિંગ, જાણો કેવી રીતે ખરીદી કરી શકશો

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે તેના યૂઝરો માટે એક નવી સુવિધા રજૂ કરી છે. યૂઝર્સોને હવે તેમની પસંદગીની ચીજો ખરીદવા માટે શોધવું પડશે નહીં, કે ટાઇપ કરવાની જરુર પડશે નહીં. ફક્ત બોલવાની જરુર છે, આટલું કહીને સામાનની કિંમત તમારા મોબાઇલ પર આવી જશે. ફ્લિપકાર્ટના નવા વોઇસ સર્ચ વિકલ્પથી આ શક્ય બનશે કે તમારા સમયનો પણ બચાવ થશે. […]

Tech & Auto
flipkart ફ્લિપકાર્ટ પર શરુ થઇ નવી સુવિધા, બોલવા પર જ થઇ જશે શોપિંગ, જાણો કેવી રીતે ખરીદી કરી શકશો

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે તેના યૂઝરો માટે એક નવી સુવિધા રજૂ કરી છે. યૂઝર્સોને હવે તેમની પસંદગીની ચીજો ખરીદવા માટે શોધવું પડશે નહીં, કે ટાઇપ કરવાની જરુર પડશે નહીં. ફક્ત બોલવાની જરુર છે, આટલું કહીને સામાનની કિંમત તમારા મોબાઇલ પર આવી જશે. ફ્લિપકાર્ટના નવા વોઇસ સર્ચ વિકલ્પથી આ શક્ય બનશે કે તમારા સમયનો પણ બચાવ થશે. જો કે, આ ક્ષણે ફક્ત એન્ડ્રોઇડ યૂઝર્સો જ તેનો લાભ લઈ શકે છે.

ફિલિપકાર્ટની આ સુવિધા એ લોકો માટે ખૂબ જ કામની રહેશે જે લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. જે લોકો બોલીને જ ખરીદી કરી શકે. હાલમાં ફ્લિપકાર્ટે હિન્દી અને અંગ્રેજી ભાષામાં વોઇસ સર્ચ દ્વારા ખરીદી કરવાનો વિકલ્પ આપ્યો છે.

Flipkart's marketing strategy & why it works - Talkwalker

Redmi Note 10 સીરીઝના ત્રણ ફોન થયા લોન્ચ, શરુઆતી કિંમત 11,999 રુપિયા

ફ્લિપકાર્ટે આ વિશે એક વીડિયો પણ બહાર પાડ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે ઘરના દરેક સભ્ય ફક્ત તે જ ચીજો ખરીદી શકે છે જે તેને પસંદ છે. 29 સેકન્ડના આ વીડિયોમાં યૂઝર્સને સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે, આ રીતે તેઓ તેમના મોબાઈલ પર આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે આ સુવિધા હિન્દી ટાઇપિંગ દ્વારા શોધવામાં પાંચ મિનિટ અને અંગ્રેજીમાં ટાઇપ કરીને શોધવામાં ત્રણ મિનિટની બચત કરશે.

Flipkart introduces AI-driven voice assist for shopping - The Hindu

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, હાલમાં તમે એન્ડ્રોઇડ ફોન ઉપયોગ કરવા હોવા જોઇએ. બાદમાં તમને એપ્લિકેશન ખોલતાં જ માઇક્રોફોનનું ચિહ્ન જોશો. તમે તેને દબાવશો, ત્યારબાદ તમારે જે પ્રોડક્ટ ખરીદવાની હોય છે તે કહીને બોલવાનું રહેશે અને થોડી ક્ષણોમાં સામાન તમારી સામે હશે.

સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો જલ્દી કરો, આ તારીખથી વધી રહ્યા છે ભાવ

જો તમે ઘરેલું વસ્તુઓ જેમ કે તમારે મીઠું ખરીદવું છે તો કિંમત સહિત તમારા ફોનમાં સામે આવી જશે જેને તમે કાર્ટમાં એડ કરી શકો છો. કંપનીનો દાવો છે કે ફ્લિપકાર્ટ પર 150 મિલિયન પ્રોડક્ટ અલગ-અલગ 80 કેટેગરીમાં ઉપલબ્ધ છે..