Not Set/ ભારતમાં ૨૮ સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે આ સુપર કાર, માત્ર ૩.૫ સેકન્ડમાં પકડશે ૧૦૦ની ટોપ સ્પીડ

નવી દિલ્હી, દુનિયાભરમાં અગ્રણી કાર નિર્માતા કંપની ફરારી પોતાની આકર્ષક લુક અને ટોપ સ્પીડ માટે જાણીતી છે, ત્યારે હવે ફરારીની સુપર કાર પોર્ટોફિનોને લઈ ચાલી રહેલા સસ્પેન્સ પર પૂર્ણવિરામ મુકાવા જઈ રહ્યું છે. કંપની દ્વારા પોતાની સુપર કાર પોર્ટોફિનોને ૨૮ સપ્ટેમ્બરના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ફરારી પોર્ટોફિનો એ કેલિફોર્નિયા Tનું ઓફિશિયલ રિપ્લેસમેન્ટ […]

Trending Tech & Auto
5p2a0321 1 ભારતમાં ૨૮ સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે આ સુપર કાર, માત્ર ૩.૫ સેકન્ડમાં પકડશે ૧૦૦ની ટોપ સ્પીડ

નવી દિલ્હી,

દુનિયાભરમાં અગ્રણી કાર નિર્માતા કંપની ફરારી પોતાની આકર્ષક લુક અને ટોપ સ્પીડ માટે જાણીતી છે, ત્યારે હવે ફરારીની સુપર કાર પોર્ટોફિનોને લઈ ચાલી રહેલા સસ્પેન્સ પર પૂર્ણવિરામ મુકાવા જઈ રહ્યું છે. કંપની દ્વારા પોતાની સુપર કાર પોર્ટોફિનોને ૨૮ સપ્ટેમ્બરના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

ferrari portofino 2017 reveal FRONT ભારતમાં ૨૮ સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે આ સુપર કાર, માત્ર ૩.૫ સેકન્ડમાં પકડશે ૧૦૦ની ટોપ સ્પીડ
TECH-ferrari-launch-portofino-28-september-india-100 top speed-0.3 second

ફરારી પોર્ટોફિનો એ કેલિફોર્નિયા Tનું ઓફિશિયલ રિપ્લેસમેન્ટ છે. ભારતમાં આ કારની કિંમત ત્રણ કરોડ રૂપિયા હોવાની સંભાવના છે.

ફરારી પોર્ટોફિનો કારની વિશેષતા :

ફરારી પોર્ટોફિનોમાં ૩.૯ લીટરનું ટ્વિન ટર્બોચાર્જ્ડ વી 8 એન્જિન આપવામાં આવ્યું છે. આ 592 bhpનો પાવર અને 760 Nm ટોર્ક જનરેટ કરે છે.

ferrari portofino 01 ભારતમાં ૨૮ સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે આ સુપર કાર, માત્ર ૩.૫ સેકન્ડમાં પકડશે ૧૦૦ની ટોપ સ્પીડ
TECH-ferrari-launch-portofino-28-september-india-100 top speed-0.3 second

આ એન્જિનને ૨૦૧૬ અને ૨૦૧૭માં “ઇન્ટરનેશનલ એન્જિન ઓફ ધ ઈયર”નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

ferrari portofino frankfurt 11 ભારતમાં ૨૮ સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે આ સુપર કાર, માત્ર ૩.૫ સેકન્ડમાં પકડશે ૧૦૦ની ટોપ સ્પીડ
TECH-ferrari-launch-portofino-28-september-india-100 top speed-0.3 second

ફરારીની આ કારની મુખ્ય વિશેષતા એ છે કે, આ કારની ટોપ સ્પીડ ૩૨૦ કિમી પ્રતિ કલાકની છે અને તે માત્ર ૩.૫ સેકન્ડમાં જ ૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે.

ભારતમાં ૨૮ સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે આ સુપર કાર, માત્ર ૩.૫ સેકન્ડમાં પકડશે ૧૦૦ની ટોપ સ્પીડ
TECH-ferrari-launch-portofino-28-september-india-100 top speed-0.3 second

આ કારમાં સામેની બાજુ મોટી સેન્ટ્રલ ગ્રિલ અને સ્લિક શાર્પ LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે. ફરારી પોર્ટોફિનો એ પહેલી એવી જીટી કાર છે, જેમાં ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ અપાયું છે. આ ઉપરાંત કારના કેબિનમાં ૧૦.૨ ઇંચ ટચસ્ક્રીન અપાઈ છે, જે ઇન્ફોટેનમેન્ટથી લેસ છે.