Not Set/ નમો બર્થ-ડે સ્પેશિયલ : વાંચો, ચાર વર્ષમાં કાશીમાં કેટલા થયા સુધારા ?

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પોતાનો ૬૮મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ શુભ દિવસે તેઓને દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે, ત્યારે પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે છે અને આ દરમિયાન તેઓ પોતાનો ૬૮મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ૨૦૧૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ વિજય મેળવ્યા બાદ કાશીની કાયાપલટ માટે અત્યારસુધીમાં […]

Top Stories India Trending
PM Modi will celebrate a birthday tomorrow 1 નમો બર્થ-ડે સ્પેશિયલ : વાંચો, ચાર વર્ષમાં કાશીમાં કેટલા થયા સુધારા ?

વારાણસી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પોતાનો ૬૮મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ શુભ દિવસે તેઓને દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે, ત્યારે પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે છે અને આ દરમિયાન તેઓ પોતાનો ૬૮મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

varanasi 1 નમો બર્થ-ડે સ્પેશિયલ : વાંચો, ચાર વર્ષમાં કાશીમાં કેટલા થયા સુધારા ?
national-pm modi celebrate birthday varanasi kashi-changed-four-years-

૨૦૧૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ વિજય મેળવ્યા બાદ કાશીની કાયાપલટ માટે અત્યારસુધીમાં ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે.

કાશીનું મહત્વ :

કળા, સંસ્કૃતિ અને ધર્મનો એક અદભૂત સંગમ એટલે કે દેશની સૌથી પ્રાચીન નગરી કાશી. જોવામાં આવે તો, કાશી હજારો વર્ષથી દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતોનું કેન્દ્ર રહ્યું છે. આ જ કારણ છે કે, કાશીમાંથી નીકળેલો સંદેશ સમગ્ર દેશ અને ખાસ કરીને ઉત્તર ભારતમાં ખુબ મહત્વ ધરાવે છે.

આ જ કારણ હતું જયારે ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીને પોતાના સંસદીય ક્ષેત્ર તરીકે પસંદ કર્યું હતું. કાશી અંગે તેઓ જાણતા હતા કે, જો કાશી શર કરવામાં સફળતા મળી તો લોક્સભાનની સૌથી વધુ સીટોવાળું ઉત્તરપ્રદેશ જીતવામાં સફળતા મળી તો રાજધાની દિલ્હીની ગાદી શર થઇ શકશે.

XcWmdcYgXXElrIV 1600x900 noPad નમો બર્થ-ડે સ્પેશિયલ : વાંચો, ચાર વર્ષમાં કાશીમાં કેટલા થયા સુધારા ?
national-pm modi celebrate birthday varanasi kashi-changed-four-years-

૨૪ એપ્રિલ, ૨૦૧૪ના રોજ પોતાનું નોમિનેશન ભર્યા બાદ તેઓએ કહ્યું હતું કે, “ન મુજે કિસી ને ભેજા હે, ન મે આયા હું, મુજે તો ગંગા માંને બુલાયા હે”.

ત્યારે આજે પીએમ મોદી પોતાનો ૬૮મો જન્મદિવસ કાશીમાં મનાવી રહ્યા છે, ત્યારે જાણો કાશીને જાપાનની ધાર્મિક નગરી ક્યોટો બનાવવા સહિતના અન્ય યોજનાઓનું શું થયું ?

કાશીને ક્યોટો બનાવવાની યોજના :

modi shinzo 0 0 નમો બર્થ-ડે સ્પેશિયલ : વાંચો, ચાર વર્ષમાં કાશીમાં કેટલા થયા સુધારા ?
national-pm modi celebrate birthday varanasi kashi-changed-four-years-

પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદીએ કાશીને જાપાનના ધાર્મિક નગર ક્યોટો જેવું બનાવવા માટે નેમ લીધી હતી. આ માટે તેઓ પોતે જાપાન ગયા અને ત્યારબાદ જાપાનના પીએમ શિન્જો આબે અને વડાપ્રધાન મોદી કાશી આવ્યા. ત્યારબાદ તેઓએ રાજેન્દ્ર પ્રસાદ ઘાટ પર ગંગા આરતી કરી અને કાશીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે બંને દેશો વચ્ચે કરાર થયા હતા.

22 1453470642 modi abe in varanasi નમો બર્થ-ડે સ્પેશિયલ : વાંચો, ચાર વર્ષમાં કાશીમાં કેટલા થયા સુધારા ?
national-pm modi celebrate birthday varanasi kashi-changed-four-years-

બંને દેશો વચ્ચેના કરાર બાદ જાપાનની એક ટીમ કાશી પહોંચી. પરંતુ આજે ચાર વર્ષ બાદ કાશીને ક્યોટો બનાવવાની ગતિ ધીમી પડી ગઈ છે અને આ દિશામાં કોઈ અસરકારક પગલા ઉઠાવવામાં આવ્યા નથી.

વણાટકામના કારીગરો માટે હસ્તકલા સંકુલ

પ્રધાનમંત્રી મોદીએ દાવો કર્યો હતો કે, બનારસ વણાટકામ અને હસ્તશિલ્પ સાથે જોડાયેલા ઉત્પાદકો માટે ગ્લોબલ સ્તર પર પહોચાડવામાં આવશે. આ હેતુથી વારાણસીના બડા લાલપુરમાં દિન દયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલ એટલે કે ટ્રેડ ફેસિલિટી સેન્ટર ખોલવામાં આવશે.

જો કે સેન્ટરઅને જણાવતા પ્રખ્યાત લેખક કાશીનાથ સિંહે કહ્યું હતું કે, “આ સેન્ટર કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકોને પણ લાભ પહોચ્યો છે. તેઓએ વધુમાં કહ્યું, “જયારે તમે અંત્યોદયની વાત કરતા હોય છે, ત્યારે પંક્તિમાં સૌથી પાછળ છુટેલા બુનકરો કેવી રીતે પાછળ છુટી શકે છે.

કાશીને દુનિયાનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની પહેલ  

08lead1 નમો બર્થ-ડે સ્પેશિયલ : વાંચો, ચાર વર્ષમાં કાશીમાં કેટલા થયા સુધારા ?
national-pm modi celebrate birthday varanasi kashi-changed-four-years-

પીએમ મોદીની ઈચ્છા હતી કે કાશી દુનિયાનું સૌથી સ્વચ્છ શહેર બને. આ માટે તેઓએ અસ્સી ઘાટ પર પુરની માટીથી છુપાઈ ગયેલી સીડીઓ પર પીએમ મોદીએ પોતે પાવડો ચલાવ્યો અને જગન્નાથ મંદિરની ગલીમાં ઝાડું પણ લગાવ્યું.

આ જ કારણ છે કે, વારાણસીનું નામ દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ૨૯માં સ્થાન પર પહોચ્યું છે. આ પહેલા ૨૦૧૬માં વારાણસી દેશમાં ૬૫માં સ્થાન પર હતું.

ઉર્જા ગંગા – પ્રદુષણ મુક્ત કાશી

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંના એક ઉર્જા ગંગાની શરૂઆત ૨૦૧૭માં કરવામાં આવી હતી.જેના હેઠળ GAIL અને ડીઝલ રેલ ફેક્ટરીના પરિસરમાં PNG પાઈપલાઈન પાથરવા માટે કાર્ય શરુ કરવામાં આવ્યું.

વારાણસીમાં ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ ૧૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ થવાના છે જેમાં BHU અને ડીરેકા પરિસરમાં એક હજાર ઘર PNG પાઈપલાઈનથી જોડવામાં આવશે.

ગંગા પરિવહન યોજના

varanasi નમો બર્થ-ડે સ્પેશિયલ : વાંચો, ચાર વર્ષમાં કાશીમાં કેટલા થયા સુધારા ?
national-pm modi celebrate birthday varanasi kashi-changed-four-years-

ગંગામાં અલ્હાબાદથી હલ્દિયા સુધી શરુ થનારી આ યોજનામાં કાશીને કાર્ગો હબ તરીકે વિકસિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ રામનગરમાં મલ્ટી ટર્મિનલ બની રહ્યું છે, જેને હવે કાર્ગો હબનું રૂપ આપવામાં આવી રહ્યું છે.

નમામિ ગંગે યોજના :

નરેન્દ્ર મોદી જયારે પોતાનું નોમિનેશન ભરવા માટે આવ્યા આવ્યા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે, “ન મુજે કિસી ને ભેજા હે, ન મે આયા હું, મુજે તો ગંગા માંને બુલાયા હે”.

pmmodi ss 12 03 15 નમો બર્થ-ડે સ્પેશિયલ : વાંચો, ચાર વર્ષમાં કાશીમાં કેટલા થયા સુધારા ?
national-pm modi celebrate birthday varanasi kashi-changed-four-years-

આ દરમિયાન તેઓએ એક દાવો કર્યો હતું કે, ગંગા નદીને પ્રદૂષણમાંથી મુક્ત કરીને એક સ્વચ્છ નદી બનાવવામાં આવશે. આ માટે મોદી સરકાર દ્વારા એક નમામિ ગંગેના નામથી એક મંત્રાલય બનાવવામાં આવ્યું હતું.

પરંતુ આ સ્વચ્છતાના નામે કરવામાં વાયદાઓ માત્ર કાગળ પર જ રહ્યા છે અને ચાર વર્ષમાં જોવામાં આવે તો ગંગા નદીમાં પ્રદૂષણ પહેલાની તુલનામાં વધી ગયું છે.

જો કે આ દરમિયાન તેઓ પોતાનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં મનાવી રહ્યા છે, ત્યારે તેઓ આ દિવસે કાશીવાસીઓને ૬૦૦ કરોડ રૂપિયાની અલગ અલગ પરિયોજનાઓ બર્થ-ડે ગીફ્ટ આપશે.