Not Set/ વેપાર-ધંધા સાંજે 6 સુધી ખુલ્લા રાખી શકાશે

રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધી હોમ ડિલિવરીની છૂટ 4 થી 11 જૂન સુધી નવો નિર્ણય અમલી રહેશે

Top Stories Gujarat
print 8 વેપાર-ધંધા સાંજે 6 સુધી ખુલ્લા રાખી શકાશે

વેપાર-ધંધા સાંજે 6 સુધી ખુલ્લા રાખી શકાશે
36 શહેરો માટે રાજ્ય સરકારનો રાહત આપનારો નિર્ણય
4 જૂનથી સવારે 9 થી સાંજે 6 ખુલ્લી રાખી શકાશે દુકાનો
રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધી હોમ ડિલિવરીની છૂટ
4 થી 11 જૂન સુધી નવો નિર્ણય અમલી રહેશે

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોધાયો છે. જેને લઇ કોરોના કર્ફ્યું અને તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના નો કહેર ઘટતા હવે વેપાર-ધંધા સાંજે 6 સુધી ખુલ્લા રાખી શકાશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાને લઇ 36 શહેરો માં નાઈટ કર્ફ્યું સાથે કડક નિયમો લાદવામાં આવ્યા હતા,. જેમાં પણ હવે છૂટ આપવામાં આવી છે. આગામી 4 જૂનથી સવારે 9 થી સાંજે 6.૦૦ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાકી શકાશે.  જયારે રેસ્ટોરન્ટને રાત્રે 10.૦૦ વાગ્યા સુધી હોમ ડિલિવરીની છૂટ આપવામાં આવી છે. 4 થી 11 જૂન સુધી નવો નિર્ણય અમલી રહેશે.

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રી એ જાહેરાત કરી છે.
એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસની બીજી લહેરે ગુજરાતને ઘમરોળી ને મૂકી દીધું હતું. રાજ્યમાં દૈનિક નોધાતા કેસની સંખ્યામાં અને કોરોના થી થતા મોતની સંખ્યામાં ખુબ મોટો વધારો નોધાયો હતો. જેને લઇ રાજ્યસરકાર દ્વારા રાજ્યના ૩૬ શહેરો માટે નાઈટ કર્ફ્યું સહીત કડક નિયમો લાદવામાં આવ્યા હતા. જો કે હવે રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોધાયો છે. જેને લઇ નિયમોમાં ધીમે ધીમે છૂટ આપવામાં આવી રહી છે.