Not Set/ શહેર પોલીસની સૌથી મોટી ટ્રાફિક મેગા ડ્રાઈવ, 3 DCP, 10 PI અને 200 પોલીસ જવાનો જોડાયાં

અમદાવાદ, અમદાવાદ શહેરમાં આજે મેગા ટ્રાફિક ડ્રાઇવ થઇ રહી છે. અમદાવાદના ઇતિહાસમાં આ સૌથી મોટી ટ્રાફિક ડ્રાઇવ માનવામાં આવે છે. આ ડ્રાઇવમાં પોલીસ 10 કિલોમીટરના વિસ્તારને આવરી લેવામાં આવશે. સારંગપુરથી રખિયાલ સુધી ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવશે અને રસ્તા પરના દબાણો હટાવશે. તમને જણાવી દઈએ આ મેગા ડ્રાઈવમાં  3 DCP, 10 PI અને 200 પોલીસ જવાનો […]

Top Stories Ahmedabad Gujarat Trending
dfs શહેર પોલીસની સૌથી મોટી ટ્રાફિક મેગા ડ્રાઈવ, 3 DCP, 10 PI અને 200 પોલીસ જવાનો જોડાયાં

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં આજે મેગા ટ્રાફિક ડ્રાઇવ થઇ રહી છે. અમદાવાદના ઇતિહાસમાં આ સૌથી મોટી ટ્રાફિક ડ્રાઇવ માનવામાં આવે છે. આ ડ્રાઇવમાં પોલીસ 10 કિલોમીટરના વિસ્તારને આવરી લેવામાં આવશે. સારંગપુરથી રખિયાલ સુધી ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવશે અને રસ્તા પરના દબાણો હટાવશે.

dfs 2 શહેર પોલીસની સૌથી મોટી ટ્રાફિક મેગા ડ્રાઈવ, 3 DCP, 10 PI અને 200 પોલીસ જવાનો જોડાયાં

તમને જણાવી દઈએ આ મેગા ડ્રાઈવમાં  3 DCP, 10 PI અને 200 પોલીસ જવાનો જોડાયાં છે. સાથે સાથે 10 જેટલી ક્રેઇન ટ્રાફિકની સમસ્યાની કામગીરીમાં જોડાઈ છે. ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને નડતરરૂપ થાય તેવા તમામ દબાણો અને આડેધડ પાર્ક થયેલા વાહનોને દૂર કરવામાં આવશે.

dfs 1 શહેર પોલીસની સૌથી મોટી ટ્રાફિક મેગા ડ્રાઈવ, 3 DCP, 10 PI અને 200 પોલીસ જવાનો જોડાયાં

લાઉડ સ્પિકર્સ અને વીડિયોગ્રાફર સાથે જોડાશે. 1 કિલોમીટરના રૂટમાં સારંગપુર બ્રિજથી રખિયાલ ચાર રસ્તા સુધીનો ત્રણ કિલોમીટરનો વિસ્તાર, રખીયાલ ચાર રસ્તાથી અજીત મીલ ચાર રસ્તા સુધીનો 2.5 કિલોમીટરની વિસ્તાર, અજીત મીલથી ગરીબ નગર ચાર રસ્તા સુધીનો 0.5 કિલોમીટરનો વિસ્તાર, ગરીબ નગર ચાર રસ્તાથી બાપુનગર ચાર રસ્તા સુધીનો એક કિલોમીટરનો વિસ્તાર, બાપુનગર ચાર રસ્તાથી એપ્રોચ ચોક સુધીનો 1.5 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાશે.

4f5abd63 0ffa 4939 8715 26065cb99681 શહેર પોલીસની સૌથી મોટી ટ્રાફિક મેગા ડ્રાઈવ, 3 DCP, 10 PI અને 200 પોલીસ જવાનો જોડાયાં

હાઇકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ મ્યુનિસિપલતંત્ર હરકતમા આવ્યું છે અને ઠેરઠેર ગેરકાયદેસર દબાણો હટાવી રહ્યું છે.  સારંગપુર બ્રિજથી લઈને બાપુનગર સુધીના 10 કિમીના વિસ્તારમાં આ મેગા ડ્રાઈવ યોજાશે, અને તે દરમિયાન રસ્તામાં આવતા ગેરકાયદેસર દબાણોને દૂર કરાશે.