Not Set/ ૧ ટ્રિલિયન ડોલર સાથે દુનિયાની પહેલી કંપની બની એપલ, ૧૭૭ દેશોની GDP બરાબર થઇ કંપનીની માર્કેટ વેલ્યુ

નવ દિલ્હી, વિશ્વની અગ્રણી મોબાઈલ નિર્માતા કંપની એપલ ગુરુવારે એક ટ્રિલિયન ડોલર માર્કેટકેપ વાળી દુનિયાની પહેલી કંપની બની ગઈ છે. ગુરુવારે એપલના શેરબજારોમાં થયેલા ઘટાડા બાદ ટુંક જ સમયમાં શેરની કિંમતોમાં વધારો થયો હતો. શેરોમાં થયેલા આ ઉછાળા સાથે જ એપલનું માર્કેટકેપ હવે ૧૦૦૦ અબજ ડોલરનું થઇ ગયું છે. આ સાથે જ એક ટ્રિલિયન ડોલર […]

Trending Business
854081161001 5797598061001 5797583991001 vs ૧ ટ્રિલિયન ડોલર સાથે દુનિયાની પહેલી કંપની બની એપલ, ૧૭૭ દેશોની GDP બરાબર થઇ કંપનીની માર્કેટ વેલ્યુ

નવ દિલ્હી,

વિશ્વની અગ્રણી મોબાઈલ નિર્માતા કંપની એપલ ગુરુવારે એક ટ્રિલિયન ડોલર માર્કેટકેપ વાળી દુનિયાની પહેલી કંપની બની ગઈ છે. ગુરુવારે એપલના શેરબજારોમાં થયેલા ઘટાડા બાદ ટુંક જ સમયમાં શેરની કિંમતોમાં વધારો થયો હતો. શેરોમાં થયેલા આ ઉછાળા સાથે જ એપલનું માર્કેટકેપ હવે ૧૦૦૦ અબજ ડોલરનું થઇ ગયું છે.

આ સાથે જ એક ટ્રિલિયન ડોલર સુધી પહોચાનારી કંપનીઓમાં એપલ એમરિકાની પ્રથમ અને દુનિયાની બીજી કંપની બની ગઈ છે. આ પહેલા નવેમ્બર, ૨૦૦૭માં શંઘાઈના શેરબજારોમાં પેટ્રોચાઈનાની માર્કેટકેપ ૧ ટ્રિલિયન ડોલર સુધી પહોચ્યું હતું.

એપલ કંપનીનું કદ એ વાત પરથી લગાવી શકાય છે કે, આ કંપની ભારતની અર્થવ્યવસ્થાના ૩૮ ટકા છે. જયારે વર્લ્ડ બેંકોના આંકડા મુજબ, દુનિયાના કુલ ૧૯૩ દેશોમાંથી માત્ર ૧૬ જ દેશ જ જેઓની GDP એપલ કરતા વધુ છે. એટલે કે ૧૭૭ દેશો કરતા અમીર છે એપલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૮૦માં લિસ્ટેડ કંપની બન્યા બાદ અત્યારસુધીમાં એપલે ૫૦ હજાર ટકાનો વધારો થયો છે. જો કે એપલ બાદ ઈ-કોમર્સ કંપની એમેઝોન અને આલ્ફાબેટ પણ આ આંકડા સુધી પહોચાવાથી દૂર નથી. એમેઝોનનું હાલનું માર્કેટકેપ ૮૭૯ અબજ ડોલર અને આલ્ફાબેટનું માર્કેટકેપ ૮૪૨ અબજ ડોલર છે.

૧૯૭૬માં કરાઈ હતી એપલની સ્થાપના

વર્ષ ૧૯૭૬માં સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોજનિયાક અને રોનાલ્ડ વેને પર્સનલ કોમ્પ્યુટર બનાવવા માટે “એપલ” નામની કંપનીની સ્થાપના કરી હતી. જો કે ત્યારબાદ એપલ દ્વારા બીજા અન્ય પ્રોડક્ટ જેવા કે, આઈફોન, આઈપેડ, મેક-મિની, આઈ-પોડ, આઈ-ટયુનન્સ અને સ્માર્ટવોચ પણ લોન્ચ કરી છે અને આ સમયગાળામાં કંપનીની તમામ પ્રોડક્ટ માર્કેટમાં છવાયેલી છે.