Not Set/ બેંક/ કાલે ન જતા બેંકે કારણ કે, કાલે બેંકો રહેશે બંધ, જાણો આ છે કારણ

જો તમે કાલે બેંકે કોઇ કામ સાથે કે નાણાંકીય વ્યાવહાર કરવા જવાનાં હો તો, જશો નહીં. દિવાળી પહેલાં ત્રણ દિવસો  સુધી બેન્કિંગ સેવા બંધ રહેવાને કારણે વ્યવસાયિક કામકાજની સાથે સાથે ખરીદારી અને વેચાણ કરનારા લોકોની પ્લાનિંગ સંપૂર્ણ પણે ઉટલ પુલટ થઇ શકે છે, કારણ કે કાલે બેંકોએ એક વાર ફરી બેંક મર્જરનાં વિરોધમાં દેશવ્યાપી હડતાળની […]

Top Stories India
bank strike બેંક/ કાલે ન જતા બેંકે કારણ કે, કાલે બેંકો રહેશે બંધ, જાણો આ છે કારણ

જો તમે કાલે બેંકે કોઇ કામ સાથે કે નાણાંકીય વ્યાવહાર કરવા જવાનાં હો તો, જશો નહીં. દિવાળી પહેલાં ત્રણ દિવસો  સુધી બેન્કિંગ સેવા બંધ રહેવાને કારણે વ્યવસાયિક કામકાજની સાથે સાથે ખરીદારી અને વેચાણ કરનારા લોકોની પ્લાનિંગ સંપૂર્ણ પણે ઉટલ પુલટ થઇ શકે છે, કારણ કે કાલે બેંકોએ એક વાર ફરી બેંક મર્જરનાં વિરોધમાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.

bank strike બેંક/ કાલે ન જતા બેંકે કારણ કે, કાલે બેંકો રહેશે બંધ, જાણો આ છે કારણ

અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ અને ભારતીય બેન્ક કર્મચારી મહા સંઘે 22મી ઓકટોરબરે ભારત વ્ચાપી બેંક હડતાળનું એલાન કર્યુ છે. જયારે ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસે તેનું સમર્થન કર્યુ છે. હડતાળના કારણે  મોટા ભાગની સરકારી બેંકનાં કામકાજને અસર થશે. આ અઠવાડીયામાં 3 દિવસ માટે બેંક  બંધ રહેશે. હડતાળને કારણે કાલે અને હડતાળ પછી દિવાળીનાં દિવસને ગણીને ૩ દિવસ બેંક બંધ રહેશે.

આપણ વાંચો : બેંક મર્જરની મામલે કર્મચારીનો દેશ વ્યાપી વિરોધ, જાણીલો ક્યારે બેંકોમાં છે હડતાલ

26 ઓકટોબરે ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે. તો 27 ઓકટોબરે દિવાળી અને રવિવાર હોવાથી બેેંકો બંધ છે. અને સોમવારે બેસતું વર્ષ હોથી બેંકો બંધ રહેવાની હોવાથી, કાલની બેંક હડતાળ અનેક રીતે લોકોને બાનમાં લેશે. બેંક યુનિયનનો આરોપ છે કે રાષ્ટ્રીયકૃત બેંકના વિલયથી અનેક કર્મચારીઓની નોકરી પર જોખમ ઉભુ થયું છે. સરકારનાં નિર્ણયથી બેંકના કર્મચારીઓ બેરોજગારને વધારતું ગણી રહ્યા છે. અને તેના વિરોધમાં દેશભરમાં દેખોવો અને હડતાળો યોજી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.