Not Set/ દક્ષિણી ચીન સાગર મામલે વધુ એકવાર ઉચકાયું માથું, સામ સામે આવ્યા ચીન-અમેરિકાના જહાજો

પેઈચિંગ, આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં વર્ચસ્વની લડતને લઇ સાઉથ ચાઈના સી હંમેશા માટે ચર્ચાનો કેન્દ્રબિંદુ રહ્યો છે, ત્યારે હવે આ મામલે વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે. દક્ષિણી ચીન સાગરમાં હવે અમેરિકી અને ચીની જહાજ એકબીજાની આમને સામને આવી ગયા છે. અમેરિકાના જણાવ્યા મુજબ, “ચીનના યુદ્ધ જહાજો તેઓના જહાજથી ૪૧ મીટરના ડાયરામાં આવી ચુક્યા હતા. ત્યારબાદ […]

Top Stories World Trending
NhKdtcf2 દક્ષિણી ચીન સાગર મામલે વધુ એકવાર ઉચકાયું માથું, સામ સામે આવ્યા ચીન-અમેરિકાના જહાજો

પેઈચિંગ,

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં વર્ચસ્વની લડતને લઇ સાઉથ ચાઈના સી હંમેશા માટે ચર્ચાનો કેન્દ્રબિંદુ રહ્યો છે, ત્યારે હવે આ મામલે વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે. દક્ષિણી ચીન સાગરમાં હવે અમેરિકી અને ચીની જહાજ એકબીજાની આમને સામને આવી ગયા છે.

1000 16 16 d 850 દક્ષિણી ચીન સાગર મામલે વધુ એકવાર ઉચકાયું માથું, સામ સામે આવ્યા ચીન-અમેરિકાના જહાજો
world-us-accuses-chinese-naval-ship-holding-unsafe-manoeuvres-south-china-sea

અમેરિકાના જણાવ્યા મુજબ, “ચીનના યુદ્ધ જહાજો તેઓના જહાજથી ૪૧ મીટરના ડાયરામાં આવી ચુક્યા હતા. ત્યારબાદ બંને દેશો દ્વારા એકબીજા સામે વિવાદને આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

Y6Dk wHV દક્ષિણી ચીન સાગર મામલે વધુ એકવાર ઉચકાયું માથું, સામ સામે આવ્યા ચીન-અમેરિકાના જહાજો
world-us-accuses-chinese-naval-ship-holding-unsafe-manoeuvres-south-china-sea

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલો દક્ષિણી ચીન સાગરના નાનશા દ્વીપસમૂહનો બતાવવામાં આવી રહ્યો છે. નોધનીય છે કે, ચીન હંમેશા દક્ષિણી ચીન સાગર પર પોતાનો કબ્જો બતાવે છે.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું હતું કે, “ચીની નૌસૈનિકના જહાજો દ્વારા અમેરિકાના યુદ્ધ જહાજોને શિખામણઆપી હતી તેમજ, તેઓને ચેતવણી આપીને ત્યાંથી હટાવ્યા હતા”.

3ZvL0pBX દક્ષિણી ચીન સાગર મામલે વધુ એકવાર ઉચકાયું માથું, સામ સામે આવ્યા ચીન-અમેરિકાના જહાજો
world-us-accuses-chinese-naval-ship-holding-unsafe-manoeuvres-south-china-sea

આ ઉપરાંત તેઓએ જણાવ્યું, “નાનશા દ્વીપસમૂહ અને તેઓના આસપાસના ક્ષેત્ર પર ચીન પોતાનું પ્રભુત્વ બતાવે છે”.

આ વચ્ચે અમેરિકા દ્વારા એક નિવેદનમાં ચીનમાં આ પગલાને અસુરક્ષિત બતાવ્યું છે, કારણ કે ચીનના જહાજો અમેરિકાના જહાજોની ૪૧ મીટરના ડાયરામાં આવી ગયા હતા.