Gadjets/ Telegram બન્યું નંબર વન, ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ કરાતી એપ બની

વર્ષ 2021 ની શરૂઆત મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ માટે સારી રહી નથી, પરંતુ ટેલિગ્રામને વોટ્સએપને થયેલા નુકસાનથી સીધો ફાયદો થયો છે.

Tech & Auto
PICTURE 4 79 Telegram બન્યું નંબર વન, ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ કરાતી એપ બની

વર્ષ 2021 ની શરૂઆત મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ માટે સારી રહી નથી, પરંતુ ટેલિગ્રામને વોટ્સએપને થયેલા નુકસાનથી સીધો ફાયદો થયો છે. જણાવી દઇએ કે, ઇન્સ્ટન્ટ મેસેજિંગ સોફ્ટવેર ટેલિગ્રામ સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ્લિકેશન બની ગઇ છે. તેણે ટિકટોક, ફેસબુક અને વોટ્સએપ જેવી એપ્સને પાછળ છોડી દીધી છે.

વોટ્સએપને કેવી રીતે છોડ્યું પાછળ?

વોટ્સએપે તેની નવી પ્રાઇવસી પોલિસીની ઘોષણા કરી, જેમા પેરેંટ કંપની ફેસબુક સાથે યૂઝર્સ ડેટા શેર કરવાનો ઉલ્લેખ કરવામા આવ્યો હતો. જેનાથી નાખુશ થયેલા યૂઝર્સે વોટ્સએપ છોડી અને ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું. આજે ટેલિગ્રામ ગૂગલ પ્લે સ્ટોર પરથી સૌથી વધુ ડાઉનલોડ કરેવામાં આવતી એપ્લિકેશન બની ગઇ છે.

નવમાં સ્થાન પરથી મેળવ્યું ટોચનું સ્થાન

સેન્સર ટાવર રિપોર્ટ મુજબ ટેલિગ્રામ ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ્લિકેશન બની ચુકી છે. આ મેસેજિંગ એપ્લિકેશન, પ્લે સ્ટોરની સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ્લિકેશન્સની સૂચિમાં નવમાં સ્થાન પર હતી, જે સ્થાન પરથી આ એપ્લિકેશને ટોચનું સ્થાન મેળવ્યું છે. તે એપલ એપ સ્ટોર પર ચોથી સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ્લિકેશન પણ બની ગઈ છે અને જો તમે કુલ ડાઉનલોડ્સ પર નજર નાખશો તો એપ્લિકેશન અહીં પણ ટોચ પર છે.

2021 માં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી નોન-ગેમિંગ એપ

અહેવાલ મુજબ, 2021 નાં ​​પહેલા મહિનામાં, ટેલિગ્રામ વિશ્વભરમાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી નોન-ગેમિંગ એપ્લિકેશન બની ગઇ છે. તે જાન્યુઆરી 2020 ની તુલનામાં વર્ષ 2021 માં તેને 3.8 ગણા વધુ લગભગ 6.2 કરોડવાર ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

ટેલિગ્રામ એપ સૌથી વધુ ભારતે કરી ડાઉનલોડ

ટેલિગ્રામ એપ્લિકેશનનાં સૌથી વધુ 24 ટકા ડાઉનલોડ્સ ભારતમાં નોંધાયા છે, ત્યારબાદ 10 ટકા ડાઉનલોડ ઇન્ડોનેશિયામાં રેકોર્ડ થયા છે. જણાવી દઇએ કે, સૌથી વધુ ડાઉનલોડ કરેલી ટોપ-10 એપ્લિકેશન્સની સૂચિમાં ટેલિગ્રામ ટોચ પર છે.

mobile / Realme V11 5G સ્માર્ટફોન થયો લોન્ચ, કિંમત 15,000થી પણ ઓછી

Auto / આ કારની બજારમાં ધૂમ, થોડા જ મહિનામાં વેચાયા આટલા લાખ યૂનિટ અને 5000નું થયું બૂકિંગ

Technology / Samsungએ લોન્ચ કર્યા વાયરલેસ હેડફોન, 18 કલાક સુધી સાંભળી શકો છો સંગીત, કિંમત જાણીને ચોંકી જશો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો