Tech News/ ઇન્સ્ટાગ્રામ પર મેસેજને Seen કર્યા વિના પણ વાંચી શકશો, આ છે ટ્રિક

જ્યારે તમે કોઈએ મોકલેલ મેસેજને ઓપન કરો છો, તો તેના પર “Seen” દેખાવા લાગે છે. પરંતુ કેટલીકવાર તમે ઇચ્છો છો કે અન્ય લોકો તેના વિશે ન જાણે. તમે મેસેજ વાંચવા માગો છો પણ સામેવાળાને Seen…

Trending Tech & Auto
without seen Read Messages

without seen Read Messages: ફોટો શેરિંગ માટે Instagram એ સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ છે. દરરોજ વાત કરવા, તસવીરો અને વીડિયો શેર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમે એપ પર શ્રેષ્ઠ સ્ટીકરો વડે તમારા મિત્રો સાથે ચેટ કરી શકો છો. જ્યારે તમે કોઈએ મોકલેલ મેસેજને ઓપન કરો છો, તો તેના પર “Seen” દેખાવા લાગે છે. પરંતુ કેટલીકવાર તમે ઇચ્છો છો કે અન્ય લોકો તેના વિશે ન જાણે. તમે મેસેજ વાંચવા માગો છો પણ સામેવાળાને Seen સ્ટેટસ દેખાડવા નથી માંગતા તો. એવી કેટલીક ટ્રિક્સ છે જે તમને Instagram મેસેજ જોયા વિના વાંચવામાં મદદ કરી શકે છે.

Seen થયા વિના મેસેજ કેવી રીતે વાંચવો?

ઇન્સ્ટાગ્રામ મેસેજને Seen કર્યાં વિના વાંચવાનો સૌથી સહેલો રસ્તો નોટિફીકેશનમાંથી છે. આખો મેસેજ જોવા માટે તમે નીચે સ્વાઇપ કરી શકો છો. જો કે, જો બીજી વ્યક્તિએ ઘણા બધા મેસેજ મોકલ્યા હોય અને તે ખૂબ જ લાંબો મેસેજ હોય, તો આ ટ્રિક કામ કરશે નહીં. આ સાથે જો તમે પહેલાથી જ ભૂલથી મેસેજ નોટિફિકેશન હટાવી દીધું છે, તો તમે પહેલાના મેસેજને ચેક કરવા માટે “નોટિફિકેશન હિસ્ટ્રી” ચેક કરી શકો છો. આ કરવા માટે તમારે સેટિંગ્સમાં જઈને “નોટિફિકેશન હિસ્ટ્રી” શોધવાનું રહેશે.

એરપ્લેન મોડનો ઉપયોગ કરો

Instagram સંદેશાઓ વાંચવાની સૌથી સરળ રીત તમારા ફોન પર એરપ્લેન મોડનો ઉપયોગ કરવાનો છે.

શરૂ કરવા માટે, તમારા સ્માર્ટફોન પર એરપ્લેન મોડ ઓન કરો.

હવે ઇન્સ્ટાગ્રામ ખોલો અને તમે જે મેસેજ ચેક કરવા માંગો છો તે વાંચો.

એકવાર તમે સંદેશ વાંચી લો અને “Seen” ટૅગ ન દેખાડવા માંગતા હોવ તો, એરપ્લેન મોડને બંધ કરતા પહેલા નીચેના પગલાંને અનુસરો.

એપની માહિતી માટે Instagram ના એપ આઇકોન પર ક્લિક કરો અને પકડી રાખો.

હવે, “ફોર્સ સ્ટોપ” અથવા “ડિસએબલ એપ” પર ક્લિક કરો.

આ બધા સ્ટેપ્સ ફોલો કર્યા પછી, તમે એરપ્લેન મોડને બંધ કરી શકો છો. નોંધ કરો કે એકવાર તમે ઇન્સ્ટાગ્રામ ખોલો, પછી અન્ય વ્યક્તિને ખબર પડશે કે તમે તેમનો સંદેશ વાંચ્યો છે.

લૉગ આઉટની રીત

જો તમે મેસેજ જોયા પછી પણ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો.

આ માટે, તમારા સ્માર્ટફોન પર મોબાઇલ ડેટા અને Wi-Fi બંધ કરો.

હવે, ઇન્સ્ટાગ્રામ ખોલો અને તમે જે મેસેજ વાંચવા માંગો છો તેને ખોલો.

મેસેજ વાંચ્યા પછી સેટિંગ્સમાં જાઓ અને ઇન્સ્ટાગ્રામમાંથી લોગ આઉટ કરો.

હવે તમે એપ્લિકેશનમાં સાઇન ઇન કરી શકો છો અને તે Seen થયેલા મેસેજ તરીકે દેખાશે નહીં.

એકાઉન્ટ રિસ્ટ્રિક્ટ કરો

તમારા સ્માર્ટફોન પર Instagram ખોલો.

હવે, તે વ્યક્તિની પ્રોફાઇલ પર જાઓ જેના મેસેજ તમે વાંચવા માંગો છો.

પછી, ઉપરના જમણા ખૂણામાં ત્રણ બિંદુઓ મેનૂ પર ક્લિક કરો.

હવે, “રિસ્ટ્રિક્ટ” પર ક્લિક કરો.

છેલ્લે પ્રોફાઇલ પરના “મેસેજ” બટન પર ક્લિક કરો.

એકવાર તમે તે કરી લો, પછી તમે તેમની પ્રોફાઇલ પર પાછા જઈ શકો છો અને તેમનું રિસ્ટ્રિક્શન હટાવી શકો છો.

આ પણ વાંચો: Oyo Rooms/ OYOના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતાનું 20મા માળેથી પડીને મોત

આ પણ વાંચો: રાહત/ બીજેપી નેતાના ઈશારે ED કરે છે કાર્યવાહી, HCએ મુશ્રીફના આરોપ પર સોમૈયાની તપાસના નિર્દેશ આપ્યા

આ પણ વાંચો: Telangana Election 2023/ તેલંગાણામાં વહેલી ચૂંટણીની અફવાઓ વચ્ચે સીએમ કેસીઆરએ પોતાનું વલણ કર્યું સ્પષ્ટ, કહ્યું..