બદલતો વિચાર/ લીવ ઇન રીલેશનશીપ એ યોગ્ય છે અને તે લગ્નની વ્યવસ્થાના અવેજીમાં આવકારદાયક છે : સર્વે

આધુનિક યુવાનો જવાબદારી વગરની જિંદગી જીવવા માંગે છે માટે મેરેજ થી દુર અને લીવઈન માં વધુ માને છે. આપણે સૌએ આ બાબતને માત્ર સર્વેનું તારણ ન સમજતા તેના વિશે ગંભીર થવું જોઇએ. યુવાનો અને તરુણો ને લગ્ન સંસ્થા પર ભરોસો બેસે એવા ઉદાહરણો પૂરા પાડવા પડશે અને જવાબદારી તેઓ વહન કરે તેવી ટ્રેનિંગ આપવી પડશે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો તેમને ભેદ ખાસ શીખવવા પડશે .

Tips & Tricks Trending Lifestyle
લીવ ઇન રીલેશનશીપ

આજની પેઢીને ખૂબ દોષ આપવામાં આવે છે પરંતુ આ પેઢી તેની વાતમાં અને વિચારમાં કિલયર અને મક્કમ હોય એવું વધુ જણાય છે. વર્તમાન સમયમાં લીવ ઇન રીલેશનશીપ યોગ્ય છે કે અયોગ્ય તે વિશે અને તેના અંગે યુવાપેઢીના વિચાર જાણવા માટે સૌરાષ્ટ્રયુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા લીવ ઇન રીલેશનશીપ વિશે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં શું તારણો મળ્યો અને કેવી રીતે સર્વે કરવામાં આવ્યો તે વિષે અહી વિગતે લખાયું છે.

વર્તમાન સમયમાં જુના ઘણા રીવાજો અને વ્યવસ્થામાં પરિવર્તનો જોં મળે છે. એવું જ એક પરિવર્તન એટલે લીવ ઇન રિલેશનશિપ વિશે લોકોના વલણો. આજની યુવા પેઢી સમાજમાં ઘણા ફેરફારો અને પરિવર્તનનિ આશા સાથે કાર્ય કરતા જોવા મળે છે અને તેના વૈચારિક પરિવર્તનનિ અસર સમાજમાં જોવા મળે છે. સમાજને ટકાવવા માટે લગ્ન સંસ્થાએ વ્યવસ્થાના ભાગ રૂપે રહેલી છે પણ લીવ ઇન રીલેશનશીપ પણ આજના સમયે જોવા મળી રહ્યું છે જેને માન્યતા પણ ઘણી જગ્યાએ મળી રહી છે પણ તે વિશેના લોકોના મંતવ્યો કેવા છે તે જાણવા માટે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનિ પુરોહિત નિશા એ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં 1620 લોકો પાસેથી માહિતી મેળવી જેમાં 18 થી ૩૦ વર્ષના 39%, 31 થી 45 વર્ષના 28%, 46 થી 55 વર્ષના 19% અને 55 વર્ષથી વધુના 14% લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં 18 થી ૩૦ વર્ષના લોકોનું એ માનવું છે કે લીવ ઇન રીલેશનશીપ એ યોગ્ય છે અને તે લગ્નની વ્યવસ્થાના અવેજીમાં આવકારદાયક છે. સર્વેના પ્રશ્નો અને તેના તારણો નીચે મુજબ હતા.

સર્વેમાં કરાયેલા સવાલ જવાબ

1.

શું તમારા મતે લિવ ઇન રિલેશનશિપ યોગ્ય છે ?

52.6% એ હા અને 47.4% લોકોએ ના કહ્યું

2.

લિવ ઇન રિલેશનશિપ એ જીવનની જવાબદારીઓમાંથી છટકી જવાનો એક માર્ગ છે ?

58.9% એ ના અને 41.1% લોકોએ હા કહ્યું

3.

શું લિવ ઇન રિલેશનશિપ લગ્નનો વિકલ્પ છે?

60% લોકોએ હા અને 40% લોકોએ નાં કહ્યું

4.

લિવ ઇન રિલેશનશિપ વિભાવનાની સમાજ પર આડઅસરો થાય છે?

25.3% હા અને 74.7% લોકોએ નાં કહ્યું

5.

તમારા મતે લિવ ઇન રિલેશનશિપ એ ભારતીય સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે?

35% લોકોએ હા અને 65% લોકોએ નાં કહ્યું

6.

શું તમારા મતે લિવ ઇન રિલેશનશિપ લગ્ન સંસ્થા માટે ખતરારૂપ છે?

69% લોકોએ નાં અને 31% એ હા કહ્યું

7.

શું તમારા મતે લિવ ઇન રિલેશનશિપ એ માત્ર શારીરિક જરૂરિયાત માટે છે?

66.૩% એ નાં અને 33.7% એ હા કહ્યું

8.

શું તમારા મતે લગ્ન પહેલા લિવ ઇન રિલેશનશિપ રાખવી એ યોગ્ય છે?

56% એ હા અને 44% એ નાં કહ્યું

9.

તમારા મતે સ્વત્રંતા છીનવાય જવાની બીકથી લોકો લગ્ન કરતા નથી?

58.9% એ હા અને 41.1% એ ના કહ્યું

10.

શું તમારા મતે લગ્ન સંસ્થા ની જગ્યાએ લિવ ઇન રિલેશનશિપ આવકારદાયક છે ?

68% એ હા અને 32% એ ના કહ્યું

11.

લિવ ઇન રિલેશનશિપ અને એકલા રહેવાનો છે આ ટ્રેન્ડ છે તેના લીધે માનસિક રોગો અને સંઘર્ષો સમાજમાં વધશે તેવું તમને લાગે છે?

51% એ નાં અને 49% લોકોએ હા કહ્યું

12.

લગ્ન કરી દુઃખી થવા કરતા લીવ ઇન રીલેશન વિકલ્પ યોગ્ય છે?

63% લોકોએ હા અને 37% એ ના કહ્યું

13.

શું તમે અન્ય કોઈ સાથે લીવઇનમાં રહેલ વ્યક્તિ સાથે લગ્ન કરવા સહમતી આપો અથવા આવી વ્યક્તિને તમારા જીવનમાં સ્વીકારો ?

જેમાં 53.૩% એ હા અને 46.7% એ ના જણાવી

લીવઇન રીલેશનશીપ વિશે મંતવ્યો આપતા લોકોએ જણાવ્યું કે આ સમાજ માટે નુકશાનકારક છે જેનાથી લગ્નસંસ્થા મુશ્કેલીમાં મુકાશે. આપણા સમાજ માટે આ ભવિષ્યમાં નિષેધાત્મક બાબત બની રહેશે.

લીવ ઇન રીલેશનશીપને લગ્નની વિરુદ્ધ માનવા કરતાં બેટર એ છે કે આને લગ્ન પહેલાની સ્થિતિ પણ બનાવી શકાય. જેમકે કોઈ સ્ત્રી પુરુષ થોડો સમય એકબીજા સાથે લીવ ઇનમાં રહે તો તેનાથી એકબીજાને સમજી શકે છે .બનેનાં ખ્યાલો, બને નાં જીવન જીવવાની પદ્ધતિ વગેરે જો મેચ થઈ જાય તો એ લગ્ન ગ્રંથિથી પણ જોડાય શકે. લીવ ઇન રીલેશનશીપ એ ખૂબ જ આવકારદાયક સમાજ વ્યવસ્થા છે. એ કોઈ જવાબદારી થી ભાગવાની વ્યવસ્થા નથી પરંતુ સમાનતા ના મૂલ્યો ને જીવન માં લઇ આવવા માટે જરૂરી વ્યવસ્થા છે, ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરીને જીવન જીવવા કરતા સાચી વ્યક્તિ સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવું સારું.

આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણે કહ્યું હતું કે, “આધુનિક યુવાનો જવાબદારી વગરની જિંદગી જીવવા માંગે છે માટે મેરેજ થી દુર અને લીવઈન માં વધુ માને છે. આપણે સૌએ આ બાબતને માત્ર સર્વેનું તારણ ન સમજતા તેના વિશે ગંભીર થવું જોઇએ. યુવાનો અને તરુણો ને લગ્ન સંસ્થા પર ભરોસો બેસે એવા ઉદાહરણો પૂરા પાડવા પડશે અને જવાબદારી તેઓ વહન કરે તેવી ટ્રેનિંગ આપવી પડશે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો તેમને ભેદ ખાસ શીખવવા પડશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ, 1 મે ના રોજ દાહોદ ખાતે આદિવાસી રેલી આપવાના હતા હાજરી

ગુજરાતનું ગૌરવ