Not Set/ મુંબઈમાં મુશળાધાર : પહેલા વરસાદમાં જ મુંબઇ બન્યું ” વેનીસ સીટી “

મુંબઈમાં મુશળધાર વરસાદ વરસતા મુંબઈવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મહાનગરના વિવિધ વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. મુંબઇનાં અનેક વિસ્તારો વેનીસ જેલા ભાંસી રહ્યા છે.  ચેમ્બુર, દાદર, ઘાટકોપર, કોલાબા, મુલુન્ડ અને થાણેમાં ધોધમાર વરસાદ પડતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. લોકોને અવર – જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઘૂટણસમા […]

Top Stories India
mum4 મુંબઈમાં મુશળાધાર : પહેલા વરસાદમાં જ મુંબઇ બન્યું " વેનીસ સીટી "

મુંબઈમાં મુશળધાર વરસાદ વરસતા મુંબઈવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મહાનગરના વિવિધ વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. મુંબઇનાં અનેક વિસ્તારો વેનીસ જેલા ભાંસી રહ્યા છે.  ચેમ્બુર, દાદર, ઘાટકોપર, કોલાબા, મુલુન્ડ અને થાણેમાં ધોધમાર વરસાદ પડતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. લોકોને અવર – જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાતા ખાસ વિદ્યાાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

મહારાષ્ટ્રમાં શુક્રવારથી શરૂ થયેલો વરસાદ આજે વહેલી સવાર સુધી ચાલુ જ રહ્યો હતો. મુંબઈમાં ભારે વરસાદ પછી માટુંગા, સાયન, દાદર ઈસ્ટ-વેસ્ટ સહિત ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ગઈ રાત્રે ૧૧.૩૦થી સવારે ૫.૩૦ સુધીમાં વધુ ૩ ઈંચીત વધુ વરસાદ નોંધાયો છે. દાદરમાં દૂર દૂર સુધી પાણી જ દેખાઈ રહ્યુ છે. દાદરમાં એટલુ પાણી ભરાઈ ગયુ છે કે વિદ્યાર્થીઓને સ્કુલે આવા જવાામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો પણ પાણીમાં તણાઈ ગયા હતા. લોકોનુ જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

ભારે વરસાદને કારણે મુંબઈને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નવા નીર આવ્યા છે. મુલુન્દ અને થાણે નજીક રેલ્વે ટ્રેક ડૂબી ગયા છે. સાથે જ પાલધર નજીક પણ રેલ્વે ટ્રેક ડૂબી ગયા છે. જેને કારણે વેસ્ટર્ન લાઈન ઉપર ટ્રેન સેવા ખોરવાય છે. મુંબઈ માટે હવે વરસાદ આફતનો વરસાદ બન્યો છે. વરસાદને કારણે એક માલગાડી પાટા પરથી ઉતરી જતા મુંબઈમાં રેલ્વે સેવાને માઠી અસર થઈ છે. રેલવેએ 13 ટ્રેનો રદ્દ કરવામાં કરી દીધી છે, તો બીજી બાજુ અનેક ડાયવર્ટ કરવામાં આવી છે અને અનેક ટ્રેનો રોકી દેવામાં આવી છે. મુંબઈ-પૂણે ઈન્ટરસીટી રદ્દ કરી દેવાઈ છે. અમદાવાદ-પૂણે દુરંતો, અમદાવાદ કોલ્હાપુર એકસપ્રેસ ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેનો રદ્દ થવાથી મુસાફિરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલ્વે સ્ટેશન પર લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

મુંબઈમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસતા શહેર જળબંબાકાર થઈ ગયુ છે. ચેમ્બુર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક માર્ગો ઉપર પાણી જ દેખાય રહ્યુ છે. લોકોને વાહન ચલાવવાનું મુશ્કેલ પડી રહ્યુ છે. ચેમ્બરની પોસ્ટલ કોલોની પણ જળબંબાકાર થઈ ગઈ છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયુ છે.ભારે વરસાદને કારણે મુંબઈને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદથી મુંબઈના લોકોનું જનજીવન ખોરવાઈ ગયુ છે. સવારે ઓફિસને ટાઈમે ભારે વરસાદ વરસતા લોકોને ઓફિસે જવામાં તકલીફ પડી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.