gujrat election 2022/ વિધાનસભાની ચૂંટણીમાં ઇલેક્શન કમિશન દ્ધારા કરવામાં આવ્યા અનેક ફેરફારો, મળી રહેશે મતદારોને આ સુવિધાઓ

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા કેટલાક નવા અને જરૂરી ફેરફારો કર્યા છે ચૂંટણી પંચે કેટલી નવી સુવિધાઓ મતદારો માટે ઊભી કરવાનનું નક્કી કર્યું છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 1 3 વિધાનસભાની ચૂંટણીમાં ઇલેક્શન કમિશન દ્ધારા કરવામાં આવ્યા અનેક ફેરફારો, મળી રહેશે મતદારોને આ સુવિધાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર ચૂંટણી પર દેશ ભરની નજર છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે ઉપરાંત રાજકારણમાં દબદબો બનાવતા રહ્યા છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા કેટલાક નવા અને જરૂરી ફેરફારો કર્યા છે.ચૂંટણી પંચે કેટલી નવી સુવિધાઓ મતદારો માટે ઊભી કરવાનનું નક્કી કર્યું છે.

પોલિંગ ટીમ રેડ લાઈટ વિસ્તારોમાં જશે

જેમાં ગીરના જંગરમાં દર વર્ષની જેમ આ વખતે પણ મતદાન મથક ઊભું કરાશે જ્યાં એક મતદાર છે અને તેમના માટે મતદાન મથક ઊભું કરાયું છે. બાણેજ ગામમાં એક વ્યક્તિ માટે પોલિંગ બુથ ઊભું કરવામાં આવશે. ઉપરાંત એઈડ્સ નિયંત્રણ સંગઠન સાથે મળીને સેક્સવર્કર્સનું વધુ મતદાન કરાવવામાં આવશે. 15 લોકોની ટીમ મતદાર પાસે મતદાન કરાવવા જશે. પોલિંગ ટીમ રેડ લાઈટ વિસ્તારોમાં પણ જશે. દરેક બુથ પર વેઈટિંગ રૂમ, ટોઈલેટ, રેમ્પ વગેરે જેવવી સુવિધાઓ ઉપરાંત મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર જ રાખવાનું નક્કી કરાયું છે. સાથે જ ચૂંટણી પંચ ફેક ન્યૂઝ પર ચાંપતી નજર રાખવાનું છે.

કોરોનાના દર્દીઓ માટે ઘરે બેઠા જ મતદાન કરવાની સુવિધા

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. ચૂંટણી પંચે આ વખતે નવીનતમ ફેરફારોમાં મહિલાઓ માટે અલગ બુથ બનાવવાનું નક્કી કર્યું છે. તમામ બુથ પર પાણી અને ગરમીથી રાહત મેળવવાની સુવિધાઓ પણ રાખવામાં આવશે. ગુજરાતમાં 11800 મતદાતાઓ 100 વર્ષ કરતાં વધુ ઉંમરના છે. ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષથી વધુની ઉંમર ધરાવતા સિનિયર સિટિઝન ઉમેદવારો માટે તથા કોરોનાના દર્દીઓ માટે ઘરે બેઠા જ મતદાન કરવાની સુવિધા ઊભી કરાઈ છે.

દિવ્યાંગોને વ્હીલચેર

ચૂંટણી પંચ દ્વારા મતદાન કેન્દ્ર પર દિવ્યાંગોને વ્હીલચેર આપવાનું નક્કી કર્યું છે. તેમના માટે મતદાનની એક અલગ અને અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત ડિઝિટલ દુનિયામાં પણ પંચ આગળ વધ્યું છે અને ઉમેદવારોની માહિતી ચૂંટણી પંચની એપ પરથી જ ઉપલબ્ધ થઈ જશે. એમ એપ પર ઉમેદવારોના ગુના અને સંપત્તિ અંગે પણ માહિતી આપવાનું પંચે નક્કી કર્યું છે.  ચૂંટણીમાં પૈસા, ડ્રગ્સ કે કોઈ પણ પ્રકારના પાવરનો ઉપયોગ કરાશે તો નાગરિકો પોતે સી-વીજીલ એપ પર તેની જાણકારી આપી શકે તેવી સુવિધા ઊભી કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ સાથે જ 33 જિલ્લામાં યૂથ પોલ બુથ બનાવવામાં આવશે કારણ કે આ વખતે 3.23 લાખ યુવા મતદારો છે જે પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે. તેમને યોગ્ય માહિતી આપવામાં આવશે. આમ આ વખતે ચૂંટણી પંચ દ્ધારા અનેક નવી સુવિધા ઉભી કરવામાં આવી છે.