Delhi Fire/ CM અરવિંદ કેજરીવાલ પહોંચ્યા મુંડકા, મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર, કહ્યું, દોષિતોને થશે સજા

દિલ્હીના મુંડકામાં મેટ્રો સ્ટેશન પાસે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

Top Stories India
relatives

દિલ્હીના મુંડકામાં મેટ્રો સ્ટેશન પાસે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા અરવિંદે કહ્યું કે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, તેમજ તમામ ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમએ એમ પણ કહ્યું કે આ મામલે જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

માહિતી અનુસાર, તે 4 માળની બિલ્ડિંગ છે જેનો ઉપયોગ કંપનીઓને ઓફિસ સ્પેસ આપવા માટે કોમર્શિયલ રીતે કરવામાં આવે છે. અકસ્માત બાદ પોલીસે કાર્યવાહી કરી કારખાનેદારના બંને પુત્રોની ધરપકડ કરી હતી.

માહિતી આપતા ડીસીપી સમીર શર્માએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. જેમાં 2 લોકોની ઓળખ કરવામાં આવી છે. બાકીના 25ની ઓળખ થઈ નથી. જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. આ સિવાય કંપનીના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.જોકે, બિલ્ડિંગનો માલિક હજુ ફરાર છે. એનઓસીના પ્રશ્ન પર ડીસીપીએ કહ્યું કે હવે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ન કોરોનાની ઝપેટમાં,સો. મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી