Not Set/ રાજ્યમાં ભારે વરસાદે લોકોની મુસિબત વધારી, 10 ડેમ થયા ઓવરફ્લો

ગુજરાતનાં ઘણા વિસ્તારો છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. વળી મહારાષ્ટ્રમાં પણ વરસાદે તાંડવ મચાવ્યુ છે.

Top Stories Gujarat Others
11 541 રાજ્યમાં ભારે વરસાદે લોકોની મુસિબત વધારી, 10 ડેમ થયા ઓવરફ્લો

ગુજરાતનાં ઘણા વિસ્તારો છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. વળી મહારાષ્ટ્રમાં પણ વરસાદે તાંડવ મચાવ્યુ છે. મહારાષ્ટ્રમાં વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનનાં કારણે સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે ગુજરાતમાં વરસાદ પણ હજારો લોકોની સમસ્યા બની ગયુ છે. સોમવારે મોડી સાંજ સુધી અહીં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદની તીવ્રતા યથાવત રહી હતી. જામનગર જિલ્લામાં નદીમાં એક વ્યક્તિ તણાઈ ગયો હતો અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી જ રીતે જામજોધપુર તાલુકાનાં સડોદરા ગામમાં પણ નદીમાં વહી જતા ત્રણ ભેંસનું મોત નીપજ્યું હતું. વળી ઘેટાં પાળનારા પણ મુશ્કેલીમાં મુકાયા છે.

11 542 રાજ્યમાં ભારે વરસાદે લોકોની મુસિબત વધારી, 10 ડેમ થયા ઓવરફ્લો

રાજકોટ જિલ્લાનાં લોધિકામાં 24 કલાકમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ

રાજ્યમાં ભારે વરસાદે હવે લોકોની મુસિબતમાં વધારો કર્યો છે. જણાવી દઇએ કે, દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં 10 ડેમ ઓવરફ્લો થયા છે. નદીઓ પણ પાણીથી ભરાયેલા દેખાય છે. હવામાન ખાતાનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 24 કલાકમાં 240 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, સોમવારે સાંજે 6 વાગ્યે પૂરા થયેલા 12 કલાકમાં 100 તાલુકામાં હળવાથી લઇને સાઢા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાંથી તાપી જિલ્લાનાં ડોલવાન, જૂનાગઢનાં વિસાવદર, આણંદનાં પેટલાદ અને નવસારીનાં ખેરગામ તાલુકામાં મહત્તમ વરસાદ નોંધાયો હતો. આવી જ રીતે રાજકોટ જિલ્લાનાં લોધિકામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો જેમાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગનાં અધિકારીઓ કહે છે કે, રાજ્યનાં ઘણા ભાગોમાં પણ મંગળવાર-બુધવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, મોરબી, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉપરોક્ત જિલ્લાઓમાં રવિવાર-સોમવારે પણ ભારે વરસાદ પડ્યો હતો.

11 543 રાજ્યમાં ભારે વરસાદે લોકોની મુસિબત વધારી, 10 ડેમ થયા ઓવરફ્લો

ભારે વરસાદનાં પગલે NDRF ની ટીમો એલર્ટ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ભારે વરસાદનાં પગલે હવે NDRF ની 10 ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં NDRFની 3 ટીમો એલર્ટ મોડ પર મુકી દેવામાં આવી છે. ઉપરાંત નવસારી, વલસાડ, સુરત, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, રાજકોટ, મોરબીમાં 3 ટીમો મોકલાઈ છે. વળી કચ્છમાં પણ એક NDRF ની ટીમ તૈનાત કરાઈ છે. વડોદરા-ગાંધીનગર ખાતે બે ટીમો રિઝર્વ રખાઈ છે. વળી જો રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદની વાત કરીએ તો અહી 34.14 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનનો સરેરાશ વરસાદ 31.34 ટકા, ઉત્તર-ગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 28.61 ટકા, મધ્ય-પૂર્વ ઝોનનો સરેરાશ વરસાદ 32.37 ટકા, સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશ વરસાદ 33.21 ટકા અને દક્ષિણ ઝોનનો સરેરાશ વરસાદ 36.93 ટકા થયો છે.