Not Set/ કોંગ્રેસી નેતા સિંઘવીએ કહ્યું – ॐ નાં ઉચ્ચારણથી શક્તિશાળી નહીં બને યોગ, બાબા રામદેવે કર્યો પલટવાર

સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ભારતમાં પણ કોરોના પ્રોટોકોલ હેઠળ જુદા જુદા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

Top Stories India
A 178 કોંગ્રેસી નેતા સિંઘવીએ કહ્યું - ॐ નાં ઉચ્ચારણથી શક્તિશાળી નહીં બને યોગ, બાબા રામદેવે કર્યો પલટવાર

સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ભારતમાં પણ કોરોના પ્રોટોકોલ હેઠળ જુદા જુદા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ યોગને લઇને એક નવો વિવાદ ઉભો થયો છે. દરેક યોગ્ય અને ખોટા નિર્ણય પર સવાલ ઉઠાવનારા કોંગ્રેસના નેતાઓએ હવે યોગને ધર્મોમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ યોગ વિશે ૐ અને અલ્લાહનો ઉલ્લેખ કર્યો હતો, જેના પર હવે વિવાદ થયો છે. બાબા રામદેવ ઉપરાંત અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ કોંગ્રેસ નેતાને યોગ્ય જવાબ આપ્યો છે.

કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ॐના ઉચ્ચારણથી ન તો યોગ વધુ શક્તિશાળી બની જશે ન અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઘટશે.

અભિષેક મનુ સિંઘવીની આ ટ્વીટના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર એક નવો વિવાદ છેડાયો છે. યોગગુરૂ રામદેવે પણ આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો :23 વર્ષની માવ્યા સૂદન બની જમ્મુ-કાશ્મીરની પહેલી મહિલા ફાઇટર પાયલટ

રામદેવે લખ્યું હતું કે, ‘ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન.’ અલ્લાહ, ભગવાન, ખુદા બધું એક જ છે, એવામાં ॐ બોલવામાં શું મુશ્કેલી છે. પરંતુ આપણે કોઈને ખુદા બોલતા ન અટકાવી શકીએ. વધુમાં તેમણે આ બધાએ પણ યોગ કરવો જોઈએ, બાદમાં તે બધાને એક જ પરમાત્મા દેખાશે તેવી સલાહ પણ આપી હતી.

આ પણ વાંચો :સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, લશ્કર-એ-તૈયબાનો ટોચનો આતંકવાદી ઠાર

આપને જણાવી દઇએ કે ભારતના નેતૃત્વ બાદથી 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. સોમવારના રોજ દેશના અલગ-અલગ ભાગોમાં કેટલાંય કાર્યક્રમ થઇ રહ્યા છે. આ અવસર પર પીએમ મોદીએ પણ દેશને સંબોધિત કર્યા. પીએમ મોદીએ યોગના દુનિયામાં પ્રસાર, કોરોના કાળમાં તેને એક સુરક્ષાકવચ હોવાની વાત કહી. સાથો સાથ પીએમ મોદીએ એમ-યોગા એપ પણ લોન્ચ કરવાની વાત કહી, જેમાં દુનિયાની અલગ-અલગ ભાષાઓમાં યોગને શીખવાની તક મળશે.

આ પણ વાંચો :હરિયાણામાં લોકડાઉન 28મી જૂન સુધી લંબાવવામાં આવ્યુ