Cricket/ પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની સોંપ્યા બાદ ભારત ચિંતિત, ICC એ આપ્યો આ જવાબ

ICCએ ગયા અઠવાડિયે પાકિસ્તાનને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર આપ્યો હતો. આનાથી પાકિસ્તાનમાં બે દાયકાથી વધુ સમય બાદ મોટી ટૂર્નામેન્ટની વાપસી થશે.

Sports
ICC Champions Trophy

ICC દ્વારા 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાનને સોંપ્યા બાદ પાકિસ્તાનમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. જો કે, ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) ને વિશ્વાસ છે કે એક દાયકાથી વધુ સમયથી ત્યા રમવા પર વિવાદ હોવા છતાં, ટીમોને આ વૈશ્વિક ટૂર્નામેન્ટ માટે હવે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

1 14 પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની સોંપ્યા બાદ ભારત ચિંતિત, ICC એ આપ્યો આ જવાબ

આ પણ વાંચો – Cricket / હાર્દિક પંડ્યાની મુસિબત વધી, BCCI એ કહ્યુ- દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે સાબિત કરો Fitness

આપને જણાવી દઇએ કે, ICCએ ગયા અઠવાડિયે પાકિસ્તાનને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર આપ્યો હતો. આનાથી પાકિસ્તાનમાં બે દાયકાથી વધુ સમય બાદ મોટી ટૂર્નામેન્ટની વાપસી થશે. છેલ્લી વખત પાકિસ્તાને તેની ધરતી પર ICC ટૂર્નામેન્ટ 1996 વર્લ્ડકપનું આયોજન કર્યું હતું. તે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા પણ સહ-યજમાન હતા. 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી તે દેશમાં ઘણી આંતરરાષ્ટ્રીય ટીમોનું આયોજન કરવામાં આવ્યું નથી. ICC પ્રમુખ ગ્રેગ બાર્કલેએ ‘મીડિયા રાઉન્ડટેબલ’ દરમિયાન PTI-ભાષાના પ્રશ્નનાં જવાબમાં કહ્યું, “આ સવાલનો જવાબ હા છે, અમે અત્યાર સુધી જે જોઈ રહ્યા છીએ તે મુજબ, સંપૂર્ણપણે હા (ટીમો મુસાફરી કરશે).” બાર્કલેએ કહ્યું, ICC ક્રિકેટ ઈવેન્ટ ઘણા વર્ષો પછી પાકિસ્તાનમાં પાછી આવી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું તે સિવાય આ બધું કોઈ સમસ્યા વિના આગળ વધ્યું છે.” આ વર્ષે સપ્ટેમ્બરમાં, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાનમાં રમાનારી દ્વિપક્ષીય શ્રેણીમાંથી નામ પરત ખેંચી લીધુ હતુ. બાર્કલેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ICCએ પાકિસ્તાનને હોસ્ટિંગ અધિકારો આપ્યા ન હોત જો તેને લાગતું હોય કે પાકિસ્તાન તેનું આયોજન સફળતાપૂર્વક કરી શકશે નહીં.

અનુરાગ ઠાકુર

આ પણ વાંચો – Cricket / શોએબ મલિક ટૂર્નામેન્ટ અધ વચ્ચે છોડી જશે દુબઈ, કારણ જાણી ટેન્શનમાં આવશે પાક. ફેન

તેમણે વધુમાં કહ્યું, “જો અમને પાકિસ્તાનની યજમાની અંગે શંકા હોત તો અમે તેને આ કાર્યક્રમની યજમાની કરવાનો અધિકાર ન આપ્યો હોત.” આ ટૂર્નામેન્ટમાં ભારતની ભાગીદારી પર એક સવાલ બનેલો છે કારણ કે ભારતમાં આતંકી હુમલા થયા બાદ રાજનીતિક તણાવનાં કારણે બન્ને પડોશી દેશોની વચ્ચે 2012 પછી કોઇ દ્વિપક્ષીય ક્રિકેટનું આયોજન થઇ શક્યુ નથી. રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી અંગેનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે કારણ કે આંતરરાષ્ટ્રીય ટીમો માટે પડોશી દેશનો પ્રવાસ કરવા માટે હજુ પણ સુરક્ષા સમસ્યાઓ છે. તેને એક પડકારજનક મુદ્દો ગણાવતા બાર્કલેએ આશા વ્યક્ત કરી હતી કે ક્રિકેટનાં માધ્યમથી બન્ને દેશો વચ્ચેનાં સંબંધોને સુધારી શકાય છે.