મુંબઇ,
સુપરસ્ટાર સલમાન ખાન આજકાલ તેમની આગામી ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના કેટલાક ભાગને શૂટ કરવા માટે સલમાન અને ફિલ્મ ભારતની ટીમ પંજાબના લુધિયાણામાં પહોંચ્યા છે. તાજેતરમાં, સલમાનની શૂટિંગ પછી, તે લુધિયાણામાં શોપિંગ માટે ગયા. સલમાન ખાને બજારમાં જોઈ ચાહકો અને લોકોની ભીડ ઉમટી પડી હતી.
ભારતના નિર્માતા અને સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રીએ સલમાનની શોપિંગ ટ્રીપની એક વીડીયો તેમના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. સલમાન વીડિયોમાં ચાહકોથી ઘેરાયેલા જોવામાં મળી રહ્યા છે. અતુલે વીડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, ” ભારતમાં શોપિંગ કરવા નીકળ્યા ભારત”
સલમાન ખાન અને કેટરીના કૈફ ઉપરાંત, સુનિલ ગ્ર્રોવર, તબ્બુ, નોરા ફતેહી અને દિશાની પાટની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મ ભારતમાં 1947 થી 2000 ની વાર્તા બતાવવામાં આવશે અને સલમાન 5 જુદા જુદા લૂકમાં દેખાશે. ‘ભારત’ 2014 માં કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ પર આધારિત છે.આ ફિલ્મ અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બની રહી છે. ભારત આગામી વર્ષે ઈદ પર રિલિઝ થશે.