Not Set/ ભાજપના પ્રમુખ સામે ભાજપનો જ વિરોધ, 16 કોર્પોરેટરોએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

વિજલપોર, વિજલપોર નગરપાલિકાના ભાજપના પ્રમુખ સામે ભાજપના જ 13 જેટલા સભ્યોએ સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જો કે પાલિકાની સભા મળે તે પહેલા કોંગ્રેસ તેમજ ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતાં. જ્યારે સભામાં પણ હોબાળો થતાં સભા મુલતવી રાખી હતી.અને સભા ફરી બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો એકબાજુ ભાજપના 13 બગાવતી સભ્યોને […]

Gujarat Others Trending
mantavya 263 ભાજપના પ્રમુખ સામે ભાજપનો જ વિરોધ, 16 કોર્પોરેટરોએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

વિજલપોર,

વિજલપોર નગરપાલિકાના ભાજપના પ્રમુખ સામે ભાજપના જ 13 જેટલા સભ્યોએ સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જો કે પાલિકાની સભા મળે તે પહેલા કોંગ્રેસ તેમજ ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતાં.

જ્યારે સભામાં પણ હોબાળો થતાં સભા મુલતવી રાખી હતી.અને સભા ફરી બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો એકબાજુ ભાજપના 13 બગાવતી સભ્યોને સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતાં. અંતે 16 કોર્પોરેટરોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. બગાવત કરનારા સભ્યોના સમર્થકો પણ મોટી સંખ્યામાં બહાર એકઠા થઈ ગયા હતાં.

નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ દાખલ કરેલ અવિશ્વાસની દરખાસ્ત ને લઈ મળેલી સમાન્ય સભામાં કોગ્રેસ અને બાગી સભ્યોએ ગુપ્ત મતદાન કરવાની માંગ કરી હતી.

તો ભાજપનાં સભ્યોએ હાથ ઉચો કરી ને મતદાન કરવાની માંગ કરી હતી. આ સમગ્ર વાતોમાં વિજલપોર નગર પાલિકામાં સભ્યો વચ્ચે ઘેરાયેલા ચીફ ઓફિસરે આખરે પોલીસ રક્ષણ માંગ્યું છે,સતત 2 કલાકથી વધુ સમય સુધી પાલિકા સભ્યોએ  ચીફ ઓફીસરને બાનમાં રખાયા હતા. તો અકળાયેલ ચીફ ઓફિસરે પોલીસ પોલીસની બુમો પાડી રક્ષણ માંગ્યું હતુ.