Not Set/ હળદરના ભાવ તળિયે પહોંચતા ખેડૂત ચિંતિત, અંદાજે બે કરોડનું નુકસાન

નાના એવા ફાચરિયા ગામે 200થી 250 એકરમાં હળદરનું વાવેતર થાય છે દર વર્ષે સારા ભાવ હોવાથી ખેડૂતોને પોતાની મહેનત પ્રમાણે વળતર મળી રહેતું પરંતુ આ વર્ષે।।

Gujarat Others
શિવ 14 હળદરના ભાવ તળિયે પહોંચતા ખેડૂત ચિંતિત, અંદાજે બે કરોડનું નુકસાન

અમરેલી જિલ્લાનુ ફાચરિયા ગામ જીલ્લાનું એકમાત્ર ગામ એવુ છે જ્યાં તમામ ખેડૂતો માત્ર હળદરની જ ખેતી કરે છે. 500 માણસોની વસ્તી ધરાવતા આ ગામની 250 એકરથી વધુ જમીનમાં હળદરનું વાવેતર કરવામાં આવે છે. પરતું ખેડૂતોએ મહામહેનતે પકાવેલી હજારો મણ હળદર ફેકી દીધી છે

  • ફાચરિયાની ફાંસ ‘હળદર’ 
  • અડધા ગુજરાતને હળદર પુરી પાડતું ગામ ફાચરિયા
  • ફાચરિયાના ખેડૂતો માત્ર હળદરનું જ કરે છે વાવેતર
  • હળદરના વાવેતરમાં થાય છે મબલખ ઉપજ

ફાચરિયા ગામના ખેડૂતો હળદરનું વાવેતર કરીને પરિવારનું ગુજરાન ચાલાવે છે. આ ગામ લગભગ અડધા ગુજરાતને હળદર પુરીપાડે તેવું મનાય રહ્યું છે. અહીંના ખેડૂતોને આ વર્ષે મુશ્કેલી વધી છે. ઉપજ ન થઈ હોયને મુશ્કેલી પડી હોય તેવું નથી, ઉપજ મબલખ થઈ છે.  પરંતુ હળદરના ભાવ તળિયે હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.

ખેડૂતોને ખેતરોમાંથી હળદર બહાર કાઢવી ભારે પડી રહી છે. જેનું કારણ એ છે કે, માર્કેટમાં હળદરના ભાવ જ નથી. માર્કેટમાં હાલ મણ હળદરના રૂ.40 મળી રહ્યા છે. જ્યારે હળદરને પકવવાનો ખર્ચ 100 રૂપિયા જેટલો થાય છે. ખેડૂતોનું કહેવું છે કે, કોઈ કંપની હળદરની સીધી ખરીદી કરે તો તેઓને વધુ ફાયદો થઈ શકે છે.

ખોબા જેવા ગામના ખેડૂતો ગુજરાતમાં પ્રથમ હળદરના વાવેતર કરીને ખેતી કરી રહ્યા છે ત્યારે આજદિનસુધી ખેડૂતોને પૂરતા ભાવ મલ્યા નથી. તો ખેડૂતો અન્ય ખેતી તરફ વળે એ પહેલા કોઈ ખાનગી કંપની અહીં સીધી ખરીદી કરે તો ખેડૂતોની સમસ્યા અને મુશ્કેલી હલ થશે અને ખેડૂતો સધ્ધર બનશે.

આમ તો હળદરની ખેતીમાં ખેડૂતો ને સારૂ એવુ વળતર મળી રહે છે પરંતુ ચાલુ વર્ષે હળદરના ભાવ તળિયે જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.. અનેક ખૈડુતોએ મહામહેનતે પકાવેલી હજારો મણ હળદર ફેકી દીધી છે અથવા બીજી રીતે નાશ કર્યો છે. ખેડૂતોને હળદરના ભાવ તળિયે હોવાથી એક વિઘામાં 30 થી 35 હજાર સુધીનો ખર્ચ થાય છે એ માથે પડે તેવી સ્થિતિ છે. બે થી પાંચ રૂપિયા સુધીના તળિયાના ભાવમાં ખેડૂતોને રોવાનો સમય આવ્યો છે. ખેડૂતો તેમના ખેતરોમાં રોટાવેંટર ચલાવીને અલગ અલગ પ્રકારે હળદરનો નાશ કરી રહયા છે કોઈ નદીના ખુલ્લા પટમાં ફેંકી દીધી છે તો કોઈએ જમીનમાં દટાયેલી રાખીને ઘઉં અને ચણાના વાવેતર કરવા તરફ વળી રહયા છે ખેડૂતોને આ વર્ષે કમસે કમ બે કરોડ આસપાસની હળદરના વાવેતરમાં નુકશાની થયાનું ખેડૂતો જણાવી રહયા છે અને પાયમાલ થયા છે.

નાના એવા ફાચરિયા ગામે 200થી 250 એકરમાં હળદરનું વાવેતર થાય છે દર વર્ષે સારા ભાવ હોવાથી ખેડૂતોને પોતાની મહેનત પ્રમાણે વળતર મળી રહેતું પરંતુ આ વર્ષે ખેડૂતોને પાયમાલી તરફ હળદર નું વાવેટરે ધકેલી દીધા હોય તેવું લાગી રહ્યું છે. આ ગામ ગુજરાત ને હળદરનું વાવેતર કરીને પુરી પાડી છે પરંતુ આજદિન સુધી અહીં કોઈ હળદરના વાવેતરની કોઈ નોંધ લેવાઈ નથી.

ખોબા જેવા ગામના ખેડૂતો ગુજરાતમાં પ્રથમ હળદરના વાવેતર કરીને ખેતી કરી રહયા છે ત્યારે આજદિનસુધી અહીં કોઈ કમ્પની એ સીધી હળદરની ખરીદી કરી નથી અને ખેડૂતોને પૂરતા ભાવ મળ્યા નથી.