Not Set/ “એટમ ફિલ્ડ” સમા મોટી ખાવડીમાં રિલાયન્સ નજીક સલ્ફરની ટ્રકમાં આગ, શું આ દુર્ઘનાની દસ્તક છે ??

જામનગર પાસે આવેલા મોટી ખાવડી ગામે આવેલ રિલાયન્સ પેટ્રોલીયમ્ નજીક હાઇવે પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી. મોટી ખાવડીમાં રિલાયન્સ પાસે જે ટ્રકમાં આગ લાગી તે ટ્રકમાં સલ્ફર ભરેલો હતો. આગને પગલે ફાયર ફાઇટર યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા અને હાઇવે પરનો વાહન વ્યવહાર બંધ કરાવી આગને તાબળ તોબ કાબુમાં લઇ લીધી હતી. આગની આ […]

Top Stories Gujarat Rajkot Others
pjimage 2 3 "એટમ ફિલ્ડ" સમા મોટી ખાવડીમાં રિલાયન્સ નજીક સલ્ફરની ટ્રકમાં આગ, શું આ દુર્ઘનાની દસ્તક છે ??

જામનગર પાસે આવેલા મોટી ખાવડી ગામે આવેલ રિલાયન્સ પેટ્રોલીયમ્ નજીક હાઇવે પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી. મોટી ખાવડીમાં રિલાયન્સ પાસે જે ટ્રકમાં આગ લાગી તે ટ્રકમાં સલ્ફર ભરેલો હતો. આગને પગલે ફાયર ફાઇટર યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા અને હાઇવે પરનો વાહન વ્યવહાર બંધ કરાવી આગને તાબળ તોબ કાબુમાં લઇ લીધી હતી. આગની આ ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી….

સાવ સામાન્ય લાગતા આ સમાચાર કદાચ મોટા માધ્યમોનાં ધ્યાનમાં પણ ન આવે પ્રાથમિક દષ્ટ્રીએ તેવા લાગે છે. પરંતુ શું આ ખરેખર ફક્ત સામાન્ય સમાચાર જ છે કે કોઇ મોટી દુર્ધટનાની દસ્તક છે ??? પ્રશ્ન અણીયારો છે, એટલા માટે કે મોટી ખાવડી ગામ કોઇ સામાન્ય ગામ નથી. મોટી ખાવડી સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ એશિયા ખંડ આખામાં સૌથી વધું સેન્સેટીવ ગામ છે. આપને જણાવી દઇએ કે, મોટી ખાવડીમાં વિશ્વની સૌથી મોટી ગ્રાસ રુટ લેવલની ઓઇલ રિફાઇનરી આવેલી છે. તો ઓઇલ રિફાઇનરીની સામે જ ગુજરાત સરકારની રસાયણીક ખાતર બનાવતી ગુજરાતની મોટામાં મોટી ફેકટરી પણ છે. ઓછુ હોય તેમ ગુજરાત સરકારનું જ કોલ વિજ ઉત્પાદન કરતું યુનિટ 10 kmના લીનીયર ડિસ્ટન્સમાં આવેલું છે. જ્યા હંમશે લાખો ટન કોલસો સ્ટોર કરવામાં આવે છે. વધુમાં જાણવું હોય તો આ એટમ બોમ્બ સમા ગામથી 25થી 30 kmનાં અંતરે વળી પાછી વિશ્વમાં મોટી ઓઇલ રિફાઇનરી તરીકે ગણના થાય તે એસ્સાર ઓઇલ આવેલુ છે. એસ્સારને પોતાનું વિજ ઉત્પાદક યુનિટ પણ ત્યા સાથે જ છે.  ટુંકમાં કહીએ તો જ્યા ટ્રકમાં આગ લાગી તેના લગભગ 100 km રેડીયસમાં અણુ તાકાત સમી કે તેનાથી પણ વધુ ઉર્જા સંગ્રહ કરેલી કાયમ માટે હોય જ છે.

COAL "એટમ ફિલ્ડ" સમા મોટી ખાવડીમાં રિલાયન્સ નજીક સલ્ફરની ટ્રકમાં આગ, શું આ દુર્ઘનાની દસ્તક છે ??

વાત કરવામા આવે આગ લાગેલા ટ્રકની તો ટ્રકમાં આગ લાગવી પણ સામાન્ય ઘટના છે. પરંતુ આ ટ્રકની વાત કરવામા આવે તો આ ટ્રકમાં સલ્ફર ભરવામા આવેલો હતો. સલ્ફર એક કેમિક્લ પદાર્થ છે અને ખુબ  જ્વલંતશીલ પદાર્થ છે. સામાન્ય સંજોગોમાં ઓક્સીઝનનાં સંપર્કમાં આવી જતા પણ સલ્ફર સરળતાથી સળગી ઉઠે છે. આ તો આખે આખે સલ્ફર ભરેલો ટ્ર્ક હતો. અચ્છા આ કોઇ એક ટ્રક પણ નહીં જ હોય અને નહોતો પણ કારણ કે મોટી ખાવડી અને પડાણા સ્થિત કંપનીઓ દ્રારા વિદેશથી લાખો ટન સલ્ફર માંગવવામા આવે છે અને તે સમુદ્ર માર્ગે આવતો હોવાથી મોટી ખાવડી અને આસપાસનાં નાનાં મોટા બંદરો પરથી ઉતારી ફેક્ટરી સાઇટ પર લઇ જવામા આવતો હોય છે.

SALFER "એટમ ફિલ્ડ" સમા મોટી ખાવડીમાં રિલાયન્સ નજીક સલ્ફરની ટ્રકમાં આગ, શું આ દુર્ઘનાની દસ્તક છે ??

હવે ખાલી એટલું અનુમાન લગાવવામાંં આવે કે આવી કોઇ પણ નાની દેખાતી ઘટનાથી જો આ એટમ ફિલ્ડમાં કોઇ એક જગ્યા પર આગ લાગે તો આગ કેવુ રુપ ધારણ કરી શકે અને મોટી ખાવડીમાં સંગ્રહ કરેલો પેટ્રોલીયમનો જથ્થો આ આગને શું સ્વરુપ આપી શકે. જો કોઇ મોટી દુર્ઘટના થાય તો સૌરાષ્ટ્ર તો લગભગ નષ્ટ થય જ જાય પર ગુજરાતને પણ કેટલું પાયમાલ કરી નાખે. કેટલા માણસો મોતના ખપ્પરમાં હોમાય જાય વિગેરે વિગેરે આંદાજ કરવાથી પણ આત્મ ધ્રૂજી ઉઠે…

જુઓ આ વિ઼ડીયો પણ……………….

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.