Not Set/ ઋતિકની સુપર 30 પર સંકટ, રીલીઝ પર લાગી શકે છે રોક

મુંબઈ, ઋતિક રોશન સ્ટારર ફિલ્મ સુપર 30 પર એક વાર ફરી સંકટના વાદળો ઘેરાયેલા નજરે પડી રહ્યા છે. ફિલ્મની રિલીઝ પહેલાજ તેના અસલી હીરો આનંદ કુમારના કારણે ફિલ્મ પર રોક લાગી શકે છે. જો કે, બિહારના પ્રતિભાશાળી મેથેમેટીશિયન આનંદ કુમારની ઉપર બનાવામાં આવેલી બાયોપિકથી હતાશ ચાર આઇઆઇટીના વિદ્યાર્થીઓએ સંસ્થામાં ભણીને નીકળેલા 2018ની બેચનાં વિદ્યાર્થીઓંના નામ મંગાવ્યા […]

Uncategorized
dsgvgdfv 14 ઋતિકની સુપર 30 પર સંકટ, રીલીઝ પર લાગી શકે છે રોક

મુંબઈ,

ઋતિક રોશન સ્ટારર ફિલ્મ સુપર 30 પર એક વાર ફરી સંકટના વાદળો ઘેરાયેલા નજરે પડી રહ્યા છે. ફિલ્મની રિલીઝ પહેલાજ તેના અસલી હીરો આનંદ કુમારના કારણે ફિલ્મ પર રોક લાગી શકે છે. જો કે, બિહારના પ્રતિભાશાળી મેથેમેટીશિયન આનંદ કુમારની ઉપર બનાવામાં આવેલી બાયોપિકથી હતાશ ચાર આઇઆઇટીના વિદ્યાર્થીઓએ સંસ્થામાં ભણીને નીકળેલા 2018ની બેચનાં વિદ્યાર્થીઓંના નામ મંગાવ્યા છે. જેને આઇઆઇટીમાં એડમીશન મળ્યું.

મીડ ડે ની એક રિપોર્ટરના મુજબ ગુવાહટી હાઈ કોર્ટએ આનંદ કુમારને આઇઆઇટીના ચાર વિદ્યાર્થીઓ અવિનાશ બરો, વિકાસ દાસ, મોજીત ડોલે અને ધનીરામ દ્રારા ફાઈલ કરવામાં આવેલી પિઆઇએલના મુજબ જવાબ આપવા માટે નોટીસ અપવામાં આવી હતી, જેનો જવાબ અપવા માટે આનંદ કુમાર નિષ્ફળ રહ્યા. વિદ્યાર્થીઓના કાયદાકીય સલાહકાર અમિત ગોયેલએ જણાવ્યું કે, ફિલ્મમાં ટીચરના રોલમાં દેખાડવામાં આવેલ તર્કએ પબ્લિકને ખોટો સંદેશ આપી રહ્યા છે. અને તેમાં આનંદ કુમારને એક હીરોની જેમ રજુ કરવામાં આવેલ છે. ફિલ્મના ટ્રેલર મુજબ આનંદ કુમાર ગરીબ બાળકોને ભણાવી આઇઆઇટીમાં એડમીશન લેવામાં મદદ કરે છે. આ ફિલ્મમાં તેના સંઘર્ષની વાતને રજુ કરી છે. જો કે તે ખોટું છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પોતાને ફિલ્મના પડદા ઉપર હીરો બતાવનાર આનંદ કુમારની બાયોપિકમાં ઘણી ભૂલો જોવા મળી છે. તેના સિવાય ફિલ્મને ક્લીનચીટ આપનાર સીબીએફસી પણ વિદ્યાર્થીઓને હેરાન કરી રહી છે. આ કારણોસર નારાજ આઇઆઇટીના વિદ્યાર્થીઓએ કોર્ટમાં ફિલ્મને રિલીઝ ના કરવાની માંગ કરી છે.

ફિલ્મમાં એકટર ઋતિક રોશન, આનંદ કુમારની ભૂમિકા ભજવી રહ્યા છે. જણાવી દઈએ કે, તેના પહેલા સુપર સ્ટાર ૩૦ને #MeToo કેમ્પેનમાં આરોપી ફિલ્મના ડાયરેક્ટર વિકાસ બહલના કારણે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ અઠવાડિયાના પ્રથમ ઇન્ટરનલ કામ્પ્લેટ્સ કમેટીના બધાજ આરોપીને મુક્ત કરાર કરવામાં આવ્યા. આ ફિલ્મ 12 જુલાઈએ રિલીઝ થવાની છે.