Not Set/ નીતિ આયોગની બેઠકમાં દેશની અર્થવ્યવસ્થાનો રોડમેપ બન્યો,2024 સુધી 5 ટ્રીલીયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય

દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની બેઠકમાં દેશની અર્થવ્યવસ્થાને આવતા પાંચ વર્ષોમાં આગળ વધારવાનું પ્લાનીંગ કરવામાં આવ્યું હતું.નીતિ આયોગની મીટીંગમાં પીએમ મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને 2024 સુધીમાં 5 ટ્રીલીયન ડોલર સુધી લઇ જવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આ પડકારરૂપ છે પરંતું તેને હાસિલ કરી શકાય તેમ છે.આવક અને રોજગારી વધારવામ […]

Top Stories India
dsgvgdfv 15 નીતિ આયોગની બેઠકમાં દેશની અર્થવ્યવસ્થાનો રોડમેપ બન્યો,2024 સુધી 5 ટ્રીલીયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય

દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની બેઠકમાં દેશની અર્થવ્યવસ્થાને આવતા પાંચ વર્ષોમાં આગળ વધારવાનું પ્લાનીંગ કરવામાં આવ્યું હતું.નીતિ આયોગની મીટીંગમાં પીએમ મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને 2024 સુધીમાં 5 ટ્રીલીયન ડોલર સુધી લઇ જવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે આ પડકારરૂપ છે પરંતું તેને હાસિલ કરી શકાય તેમ છે.આવક અને રોજગારી વધારવામ માટે નિકાસ થવી જરૂરી છે.

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની મીટીંગમાં પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થાને 34,94,00,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્ય મુક્યું છે.પીએમ મોદીએ કહ્યું કે સૌનો સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ મંત્ર પુરો કરવામાં નીતિ આયોગની મહત્વની ભૂમિકા છે.

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર મત્સ્યપાલન, પશુપાલન, ફળ અને શાકભાજીના ઉત્પાદન પર ભાર આપી રહી છે. કિસાન સમ્માન નિધિ અને અન્ય યોજનાઓનો લાભ ખેડૂતોને સમય પર પહોંચાડવા પર ભાર આપવામાં આવશે.

હાલ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી રહેલ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેલંગાનાના મુખ્યમંત્રી ચદ્રશેખર રાવ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નીતિ આયોગની આ મીટીંગમાં સામેલ નહોતા થયા.