DECISION/ દિવાળી તહેવારના લીધે કાંકરિયા સોમવારે પણ ખુલ્લું રહેશે, AMCએ લીધો નિર્ણય

સામાન્ય રીતે સોમવારના દિવસે સફાઈ માટે કાંકરિયા લેક ફ્રન્ટ બંધ રહે છે.તહેવાર નિમિત્તે કાંકરિયા ખુલ્લુ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat
3 38 દિવાળી તહેવારના લીધે કાંકરિયા સોમવારે પણ ખુલ્લું રહેશે, AMCએ લીધો નિર્ણય
  • અમદાવાદ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
  • દિવાળી વેકેશનને લઈને કાંકરિયા સોમવારે ખુલ્લું રહેશે
  • લેકફ્રન્ટ,કિડ્સ સીટી,બાલવાટીકા,નગીનાવાડી રહેશે ખુલ્લા
  • સામાન્ય દિવસોમાં સાફ સફાઈના લીધે સોમવારે બંધ હોય છે
  • આગામી બંને સોમવારના રોજ કાંકરિયા ખુલ્લુ રહેશ

દિવાળીના તહેવારના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે.દિવાળીના તહેવારોમાં બાળકો તથા લોકો કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરનો લાભ મેળવી શકે તે માટે 24 ઓક્ટોબરને દિવાળી તથા 31 ઓક્ટોબરને સોમવારે પણ કાંકરિયા લેકફ્રન્ટ ખુલ્લું રહેશે.વેકેશનની રજાઓને ધ્યાને લઇ મ્યુનિ. દ્વારા નોકટર્નલ ઝુ, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, નગીનાવાડી, બટકફ્લાય પાર્ક, કિડ્સ સિટી તેમજ રિક્રિએશન એક્ટિવિટીઝ સહિતની કાંકરિયા લેક ફ્રન્ટની કામગીરી રાબેતા મુજબ ખુલ્લી રહેશે.સામાન્ય રીતે સોમવારના દિવસે સફાઈ માટે કાંકરિયા લેક ફ્રન્ટ બંધ રહે છે.તહેવાર નિમિત્તે કાંકરિયા ખુલ્લુ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 20 ઓકટોબરથી દિવાળી વેકેશન શાળાઓમાં પડિ ગયું છે,અને તહેવારની સીઝન હોવાથી સહેલાણીઓ માટે કાંકરિયા સોમવારે  પણ ખુલ્લુ રાખવામાં આવશે.