Viral Video/ દિલ્હીમાં હોળીના દિવસે જાપાની મહિલા સાથે અભદ્રતા, બળજબરીથી રંગ લગાવ્યો, ઈંડાં માર્યા

યુવક બળજબરીથી મહિલા પર રંગ લગાવી રહ્યો છે. એક યુવકે મહિલાના માથા પર ઈંડું પણ નાખ્યું હતું. મહિલા યુવકોથી બચવાનો પ્રયાસ કરી રહી છે…

Top Stories India
Japanese woman indecent

Japanese woman indecent: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો રાજધાની દિલ્હીનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં કેટલાક યુવકો વિદેશી મહિલા સાથે હોળી રમી રહ્યા છે. યુવક બળજબરીથી મહિલા પર રંગ લગાવી રહ્યો છે. એક યુવકે મહિલાના માથા પર ઈંડું પણ નાખ્યું હતું. મહિલા યુવકોથી બચવાનો પ્રયાસ કરી રહી છે. હોળી રમતા એક યુવક બળપૂર્વક મહિલાના મોં પાસે ગયો અને ‘હેપ્પી હોળી’ કહ્યું. તેનાથી ગભરાયેલી મહિલાએ યુવકને થપ્પડ પણ મારી દીધી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ તમામ યુવકોની ધરપકડની માંગ કરી રહ્યા છે.

દિલ્હી મહિલા આયોગ (DCW)ના વડા સ્વાતિ માલીવાલે પણ આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, DCW આ વીડિયોની તપાસ કરવા અને ગુનેગારોની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસને નોટિસ આપશે. સ્વાતિએ ટ્વીટમાં લખ્યું કે, આ સંપૂર્ણપણે શરમજનક વર્તન છે. જો કે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી હતી કે વીડિયો જૂનો છે. જણાવી દઈએ કે મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પૃષ્ટી કરતું નથી.

https://twitter.com/iramsubramanian/status/1634045266591399937

પ્રાપ્ત માહિતી અનુસાર હોળીના દિવસે જાપાની મહિલાને દિલ્હીના કેટલાક યુવકો દ્વારા હેરાન કરવામાં આવી હતી. વિદેશી મહિલાએ જબરદસ્તીથી હોળી રમતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, પરંતુ તેણે થોડી જ વારમાં વીડિયો ડિલીટ કરી દીધો. આ મામલે મહિલાએ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી. વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે જાપાનના દૂતાવાસને પત્ર લખ્યો છે. પોલીસે દૂતાવાસ પાસેથી મહિલા વિશે માહિતી માંગી છે. પોલીસે જણાવ્યું કે વીડિયોમાં દેખાતા લોકોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વિદેશી મહિલા સાથે બળજબરીથી હોળી રમી રહ્યા છે. યુવક બળજબરીથી મહિલા પર રંગ લગાવી રહ્યો છે. એક યુવકે મહિલાના માથા પર ઈંડું પણ ફોડ્યું હતું. યુવકોના જૂથે મહિલાને ઘેરી લીધી હતી, મહિલા જૂથમાંથી ભાગવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ વાયરલ વીડિયો પર બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પણ નારાજગી વ્યક્ત કરી છે. આ વીડિયો જાપાનથી ભારતની મુલાકાતે આવેલી એક મહિલાએ ટ્વિટર પર શેર કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોએ વીડિયો પર કોમેન્ટ કરીને મહિલાને પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: Arvalli/ અરવલ્લી જિલ્લામાં મેશ્વો જળાશયમાંથી પાણી છોડાવા માટે રામધૂન બોલાવી

આ પણ વાંચો: Surat/ લોકોને બચાવતી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે વિદ્યાર્થીને ઉડાવ્યો, CCTV ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: Manish Sisodia/ સિસોદિયાના જામીનની સુનાવણી 21 માર્ચે, EDએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા