ગમખ્વાર અકસ્માત/ ડાંગમાં બસ ખીણમાં ખાબકતા 2 મહિલાઓના મોત, 50 મુસાફરોને બચાવાયા

સાપુતારાથી સાંજના સમયે નીકળતી વખતે ડાંગ પાસે એક ખીણમાં બસ નીચે ઉતરી જતા બસમાં સવાર મુસાફરોને ઇજા થઇ હતી

Top Stories Gujarat
8 8 ડાંગમાં બસ ખીણમાં ખાબકતા 2 મહિલાઓના મોત, 50 મુસાફરોને બચાવાયા

ડાંગના સાપુતારા પાસે ખીણમાં બસ ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે, આ અકસ્માતમાં બે મહિલાઓના મોત નિપજ્યાં છે,બસમાં સુરતના શ્યામ ગરબા ક્લાસિસની 50 જેટલી મહિલાઓ સાપુતારા પ્રવાસી ગઈ હતી. ત્યાંથી પાછા વળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. તેમની બસ સાપુતારાથી થોડે દૂર ખીણમાં ખાબકી છે. આ ઘટનાના પગલે તંત્ર સહિત આસપાસના ગામના લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ છે. ઉલ્લેખનીય છે કે, તમામ ઇજાગ્રસ્તોને સામ ગહાન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.

50 જેટલા પેસેન્જર સાથે ખાનગી બસમાં સાપુતારા પ્રવાસે નીકળી હતી.જ્યારે  સાપુતારાથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હોવાની વિગત સામે આવી છે. સાપુતારાથી સાંજના સમયે નીકળતી વખતે ડાંગ પાસે એક ખીણમાં બસ નીચે ઉતરી જતા બસમાં સવાર મુસાફરોને ઇજા થઇ હતી.

સાપુતારાથી પરત ફરતા સમયે આ દુર્ઘટના ઘટી હતી. તમામને હાલ સાપુતારાની હોસ્પિટલમાં ખસેડ્યા છે. 3 જેટલી મહિલાની હાલત ગંભીર છે. જ્યારે કેટલાકને ફ્રેક્ચર થયા છે. બસનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો.