Pakistan/ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પુત્રની હત્યા? 4 દિવસથી હતો ગુમ

હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આ હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા

Top Stories World
Mantavyanews 2023 10 01T120814.783 મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પુત્રની હત્યા? 4 દિવસથી હતો ગુમ

પાકિસ્તાનમાં હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. હાફિઝ સઈદનો પુત્ર 26 સપ્ટેમ્બરથી ગુમ છે.મીડિયા રિપોર્ટ અનુસાર, કમલુદ્દીન સઈદનું પેશાવરમાં કારમાં આવેલા બદમાશોએ અપહરણ કર્યું હતું. તેને શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પણ તેને શોધી શકી નથી.જોકે, આ ઘટનાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

હાફિઝના પુત્રને કોણ લઈ ગયું અને ક્યાં લઈ ગયું તેના કોઈ સમાચાર નથી. જેના કારણે ભારતને આતંકવાદના અસંખ્ય ઘા આપનાર આતંકી હાફિઝ સઈદ ત્યારથી આંસુ વહાવી રહ્યો છે. તે હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. હાફિઝ સઈદ મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. તે ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LET)ના સહ-સ્થાપક પણ છે.

હાફિઝ સઈદના ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LET)ને વિશ્વના ઘણા દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, જેમાં ભારત, અમેરિકા, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા અને રશિયાનો સમાવેશ થાય છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પણ LETને આતંકવાદી સંગઠન માને છે. હાફિઝ સઈદના પુત્ર વિશે, કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કમાલુદ્દીન સઈદની લાશ જબ્બા ઘાટી વિસ્તારમાંથી મળી આવી છે.

મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ

હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આ હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલાઓમાં ઘણા દેશોના નાગરિકો પણ સામેલ હતા. આ સાથે હાફિઝ સઈદ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો પણ લીડર છે. અમેરિકાએ હાફિઝ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું છે.


આ પણ વાંચો: Balochistan Blast Case/ પાકિસ્તાનના ગૃહમંત્રીએ ભારતની ગુપ્તચર સંસ્થા ‘RAW’ પર લગાવ્યા મોટો આરોપ

આ પણ વાંચો: Banaskantha/ ગુજરાતમાં ફરી દલિત પર અત્યાચાર, ચોરીની શંકામાં એન્જીનીયર યુવકને ઢોર માર માર્યો

આ પણ વાંચો: Heart Attack/ દાહોદમાં નાટક ભજવવા આવેલા જાણીતા કલાકાર ભાસ્કર ભોજકનું હાર્ટ એટેકથી નિધન