રાજકોટ/ હાર્ટ એટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ,જેતપુરમાં નેપાળના યુવકનું હાર્ટ એટેકથી મોત

જેતપુરમાં વધુ એક યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. વેલકમ ચાઈનીઝમાં કામ કરતા યુવાનને ઘરે એટેક આવ્યો હતો.

Rajkot Gujarat
Untitled હાર્ટ એટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ,જેતપુરમાં નેપાળના યુવકનું હાર્ટ એટેકથી મોત
  • રાજકોટ: જેતપુરમાં હાર્ટ અટેકેથી વધુ એક યુવાનનું મોત
  • ટાકૂડીપરા વિસ્તારમાં રહેતા નેપાળી યુવાનને આવ્યો હાર્ટ એટેક
  • હાર્ટ એટેક આવતા ઘર પર જ નીપજ્યું મોત

Rajkot News: રાજ્યમાં એક બાદ એક યુવાનોના હાર્ટએટેકનો શિકાર થઈ રહ્યા હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર જેતપુરમાં વધુ એક યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. વેલકમ ચાઈનીઝમાં કામ કરતા યુવાનને ઘરે એટેક આવ્યો હતો.

યુવકને ટાકુડીપરામાં પોતાની ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, કેસર દિલ બહાદુર ખત્રી (ઉ.વ. 39)  નામનો મૂળ નેપાળના અને જેતપુરના નેપાલ ગંજ ખાતે રહેતો યુવક છેલ્લા ઘણા વર્ષો થી જેતપુર વેલકમ ચાઈનીઝ નામની દુકાનમાં કામ કરતો હતો. મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જેતપુર સીટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.

અગાઉ હિંમતનગરમાં જોવા મળ્યો છે. પરિવાર સાથે વાતો કરીને યુવાન તેના રૂમમાં ગયો અને બહાર આવ્યા બાદ અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યો હતો. આ યુવકને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર