Not Set/ રાજકોટમાં બે મિત્રોએ સજોડે કર્યો આપઘાત, 2 પરિવારોના કુળદીપક બુઝાયા

રાજકોટ શહેરમાં 2 મિત્રોએ સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.15 વર્ષીય તરૂણ અને 20 વર્ષીય યુવકે ઝેરી દવા પીને આપઘાત સજોડે આપઘાત…

Gujarat Others
આપઘાત

રાજકોટ શહેરમાં 2 મિત્રોએ સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 15 વર્ષીય તરૂણ અને 20 વર્ષીય યુવકે ઝેરી દવા પીને આપઘાત સજોડે આપઘાત કર્યો છે.બન્ને મિત્રોના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. એક મિત્રની લાશ મોરબી રોડ પાસેથી મળી જ્યારે બીજાની લાશ તેના ઘરેથી જ મળી હતી. હાલ તો પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :પાલનપુરમાં પિતાએ પત્નીનો ગુસ્સો કાઢ્યો દીકરી પર, 1 વર્ષની માસૂમને નાખી કૂવામાં

મળતી માહિતી અનુસાર,શહેરના કુવાડવા રોડ પર આવેલ ડી માર્ટના પાછળના ભાગમાં આવેલી ટાઉનશીપમાં રહેતો દિશાંત બહારથી ઘરે આવી સીધું જ સેટી પર સુઈ ગયો હતો ત્યારબાદ તેના મોઢામાંથી સફેદ ફીણ નિકળતા જોઇ પિતા અરજણભાઈ અને માતા નીરૂબેન તેમજ અન્ય સગા-સંબંધીઓ હતપ્રભ થઇ ગયા હતા.

બંને મિત્રોના મોત ઝેરી દવા પીવાથી થયાનો પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવતાં બંનેએ સજોડે ઝેર પીધાનું તારણ નીકળ્યું છે. જો કે, આવુ પગલુ શા માટે ભર્યું? તે અંગે કારણ સામે ન આવતાં ભેદભરમ સર્જાયા છે. કારણ શોધવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :પીએમ મોદીએ કર્યું નવનિર્મિત સરદારધામનું ઈ – લોકાર્પણ અને ફેઝ 2નું ખાતમૂહર્ત

બીજી તરફ મોરબી રોડ પર જૂના જકાત નાકા પાસે  શ્યામ મેવાડા રેતીના ઢગલા પર બેભાન હાલતમાં પડયો હોવાની જાણ 108ને થઈ હતી. 108 ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મીઓ દ્વારા તાત્કાલિક અસરથી યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે શ્રી હોસ્પિટલમાં આની સાથે જ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતકનું નામ શ્યામ મેવાડા હોવાનું ખુલ્યું હતું.

લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતા દીશાંત ઝાલાના પિતા અરજણભાઈએ કહ્યું હતું કે, તે તથા તેમના પત્ની કોન્ટ્રાકટ બેઇઝ પર સફાઇકામ કરે છે. જેથી તેઓ બંને બહાર રહેતા હોય ઘરે સંતાનો એકલા હોય નિયમિત સમયે ઘરે ફોન કરતા હતા. દરમિયાન ગઇકાલે સાંજે પણ તેમણે દીશાંતને ફોન કર્યેા હતો અને તેની બંને નાની બહેનોને ટૂશનમાંથી તેડી લાવવા માટે કહ્યું હતું. બાદમાં દંપતી ઘરે પરત ફર્યેા ત્યારે દીશાંત શેટી પર સૂતો હતો અને ઓચિંતો ત્યાં જ ઢળી પડો હતો.જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા તેનું મોત થયું હોવાનું માલુમ પડું હતું. બે બહેનના એકના એક ભાઈ એવા દિશાંતએ કયા કારણસર આ પગલું ભરી લીધું તેનાથી તેના માતા–પિતા પણ અજાણ છે. મૂળ મહીકા ગામના વતની આ પરિવારે વતન જઇ વહાલાસોયા પુત્રની અંતિમવિધિ કરી હતી.

આ પણ વાંચો :TRB જવાનોની તોડબાજીની ફરિયાદોના પગલે ટ્રાફિક JCP નો નિર્ણય

શહેરમાં સંતકબીર રોડ પર ગોકુલ નગરમાં રહેતા 20 વર્ષીય યુવાન અને લોકમાન્ય તિલક આવાસ યોજનામાં રહેતા 15 વર્ષના કિશોરે સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ચકચારી ઘટના બની છે. જેમાં બી.ડિવિઝન પોલીસ મથકના પી.આઇ એમ.બી.ઔસુરાએ જણાવ્યું હતું કે, બંનેના આપઘાતનું કારણ જાણવા માટે પોલીસ  આ બંનેના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવશે.તેમજ તેઓ યાં એકત્ર થયા હતા તે તમામના સીસીટીવી ફટેજ પણ ચકાસવામાં આવશે.

આ પણ વાંચો :દહેજના અટાલી ગામની સીમમાં કેમિકલ ચોરીના કૌભાંડમાં ગેંગના એક સભ્ય સહિત 42 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો.