Sports/ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાનું બીજું પણ સપનુ થયું સાકાર

નીરજે કહ્યું હતું કે, ભારત માટે ગોલ્ડ મેડલ જીતવું તેમનું એક સ્વપ્ન છે.પરંતુ તેમણે સોશિયલ મીડિયા પર બીજું સપનું પૂર્ણ થયાની પણ જાણકારી શેર કરી છે.

Sports
NEERAJ 01 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાનું બીજું પણ સપનુ થયું સાકાર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ભાલાફેંક રમતમાં ગોલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપરાનું વધુ એક સપનું સાકાર થયું છે. નીરજ ચોપરાએ પોતે જ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરીને જાણકારી આપી છે. નીરજે કહ્યું હતું કે, ભારત માટે ગોલ્ડ મેડલ જીતવું તેમનું એક સ્વપ્ન છે.પરંતુ તેમણે સોશિયલ મીડિયા પર બીજું સપનું પૂર્ણ થયાની પણ જાણકારી શેર કરી છે. નીરજનું સ્વપ્ન હતું કે, તે પોતાના માતાપિતાને ફ્લાઈટમાં બેસાડે. હવે ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ આ સ્વપ્ન પૂર્ણ કરી દીધું છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપતા લખ્યું હતું કે, આજે જિંદગીનું વધુ એક સ્વપ્ન સાકાર થયું છે. મમ્મી પપ્પાને પહેલીવાર ફ્લાઈટમાં બેસાડી શક્યો છું. દરેકના આશીર્વાદ અને પ્રાર્થના માટે હમેશા આભારી રહીશ.

નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં 87.59 મીટર દૂર ભાલો ફેંકીને ભારતની ઝોળીમાં ગોલ્ડ મેડલ જીતાડી ઈતિહાસમાં પહેલુ નામ નોંધાવ્યું હતું. ભારતને સુવર્ણચંદ્રક અપનાવારા નીરજ ચોપરા ભારતની લોકપ્રિય વ્યક્તિઓ અંગેની એક છે. રમતની દુનિયામાં છવાઈ જનારા નીરજ હવે વિજ્ઞાપનમાં પણ જલ્દી છવાઈ જવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ એક જાહેરાત માટે એકથી દોઢ કરોડ જેટલી ફી લઇ રહ્યા છે. ગોલ્ડ મેડલ જીત્યા પહેલા નીરજને ખૂબ જ ઓછી જાહેરાત મળતી હતી પરંતુ હવે તેમની ખ્યાતિ તેમને ઘણી જાહેરાત અપાવી રહી છે.

નીરજ જાહેરાતની દુનિયામાં ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીની સરખામણીએ આવી ગયા છે. નીરજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઇ રહ્યા છે.તેમના ચાહકો તેમને લઇ સતત ટ્વીટ કરી રહ્યા છે. ભારતના ભાલાફેંક ખેલાડી નીરજ ખેલ સિવાય પોતાની પર્સનાલીટીને લઇ જાણીતા છે. નીરજે પોતાના દરેક ઈન્ટરવ્યૂ માતૃભાષા હિન્દીમાં આપી દરેકનું દિલ જીતી લઇ ભાષાનું ગૌરવ પણ વધાર્યું છે.