#TokyoOlympic2021/ હોકીમાં ટીમ ઈન્ડિયાની બલ્લે-બલ્લે, સ્પેનને આપી 3-0 થી માત

હવે ઓલિમ્પિક રમતોત્સવમાં શૂટિંગની સ્પર્ધામાં મનુ-સૌરભની જોડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વળી બીજી તરફ હોકીમાં ટીમ ઈન્ડિયાએ સ્પેનને 3-0 થી માત આપી છે.

Top Stories Sports
11 523 હોકીમાં ટીમ ઈન્ડિયાની બલ્લે-બલ્લે, સ્પેનને આપી 3-0 થી માત

ઓલિમ્પિક રમતોનો આજે પાંચમો દિવસ છે. આજે ભારતનાં શૂટરોએ તેમની પ્રતિભા દર્શાવીને રમતની શરૂઆત કરી હતી. આ દરમ્યાન ભારતની મનુ પ્રભાકર અને સૌરભ ચૌધરી અને અભિષેક વર્મા અને યશસ્વિની દેશ્વાલની જોડીએ સ્પર્ધામાં પ્રવેશ કર્યો હતો. જેમાંથી યશસ્વિની-અભિષેકની જોડી હાર્યા બાદ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ મનુ-સૌરભની જોડીએ આ સ્પર્ધા જીતીને આગળનાં રાઉન્ડમાં પ્રવેશ કર્યો. હવે ઓલિમ્પિક રમતોત્સવમાં શૂટિંગની સ્પર્ધામાં મનુ-સૌરભની જોડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વળી બીજી તરફ હોકીમાં ટીમ ઈન્ડિયાએ સ્પેનને 3-0 થી માત આપી છે.

અથડામણ / આસામ-મિઝોરમ સરહદ વિવાદે લોહિયાળ વળાંક લીધો, 6 પોલીસકર્મીઓનાં થયા મોત

ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની આશા જાળવી રાખી છે. ટીમે તેની ત્રીજી મેચમાં સ્પેનને 3-0થી હરાવ્યું છે. રુપિંદર પાલ સિંહે બે ગોલ કર્યા હતા. અગાઉની મેચમાં ટીમને ઓસ્ટ્રેલિયા સામે 1-7 થી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટીમે હારમાંથી બહાર નીકળી અને શાનદાર જીત નોંધાવી છે. ટીમે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી પરાજિત કર્યું હતું. આ ટીમ 29 જુલાઈનાં રોજ ચોથી મેચમાં સુવર્ણચંદ્રક વિજેતા આર્જેન્ટિનાની ટીમની વિરુદ્ધ મુકાબલો કરશે.

વિકાસ બેસી ગયો /  ગોંડલ ન.પા.ના રોડ-રસ્તાના કામોની પ્રથમ વરસાદે જ પોલ ખૂલી જતાં કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ

મેચમાં ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. પ્રથમ ક્વાર્ટરનાં અંતે ટીમે સ્પેન પર દબાણ વધાર્યું હતું. સિમરનજીતસિંહે 14 મી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0 ની લીડ અપાવી હતી. ત્યારબાદ 15 મી મિનિટમાં રુપિંદર પાલ સિંહે ગોલ કરી સ્કોરને 2-0 કર્યો હતો. બંને ટીમો બીજા ક્વાર્ટરમાં ગોલ કરી શકી ન હોતી. હાફ ટાઇમ સુધીમાં ભારતીય ટીમ 2-0થી આગળ હતી.