Not Set/ રાજય માં કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ માસિક રૂપિયા 2 હજારની સહાય આપવામાં આવશે

સમગ્ રાજય માં આ વખતે કોરોનાની લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી . જેમાં ઘણા લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારેં  સરકાર દ્વારા રાજયના બાળકો માટે એક મહત્વની યોજના  બનાવવામાં  આવી છે

Gujarat Others
Untitled 234 રાજય માં કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ માસિક રૂપિયા 2 હજારની સહાય આપવામાં આવશે

 સમગ્ રાજય માં આ વખતે કોરોનાની લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી . જેમાં ઘણા લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારેં  સરકાર દ્વારા રાજયના બાળકો માટે એક મહત્વની યોજના  બનાવવામાં  આવી છે જેમાં  એક વાલી ગુમાવનાર બાળકને પણ માસિક રૂપિયા 2 હજારની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વનો નિર્ણય લીધો. બીજી ઓગસ્ટે સંવેદના દિવસની ઉજવણીના ભાગરૂપે સહાય ચૂકવણી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માતા-પિતા બંને ગુમાવનાર અનાથ બાળકોને સહાયની યોજના કાર્યરત છે.

આ પણ વાંચો: હોકીમાં ટીમ ઈન્ડિયાની બલ્લે-બલ્લે, સ્પેનને આપી 3-0 થી માત

માતા પિતા બંને ગુમાવનાર અનાથ-નિરાધાર બાળકોને આથક આધાર-શિક્ષણ-આરોગ્ય- ઉચ્ચ અભ્યાસ- રોજગારી- તાલીમ- વિદેશ અભ્યાસ માટે લોનમાં પણ અગ્રક્રમ આપવાનો ગુજરાત સરકારે પહેલા નિર્ણય કર્યો હતો. બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે .18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળકદીઠ રૂ. 4000ની સહાય આપવામાં આવી રહી છે. તેમ જ અઢાર વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે તો તેમને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં બાળકદીઠ માસિક રૂ. 6000ની સહાય હાલ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સોનાના ભાવ કરતા પણ મોંઘી છે આ આઈસ્ક્રીમની કિંમત …