સુનાવણી/ શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં મોત મામલે આજે સુનાવણી

દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ કોંગ્રેસનાં સાંસદ શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં મોત મામલે મંગળવારે આરોપો ઘડવાનો હુકમ કરી શકે છે.

Top Stories India
11 525 શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં મોત મામલે આજે સુનાવણી

દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ કોંગ્રેસનાં સાંસદ શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં મોત મામલે મંગળવારે આરોપો ઘડવાનો હુકમ કરી શકે છે. કોર્ટને દિલ્હી પોલીસ દ્વારા શશી થરૂર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉકસાવવું) અને અન્ય કલમો હેઠળ આરોપો મૂકવા વિનંતી કરવામાં આવી હતી.

11 526 શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં મોત મામલે આજે સુનાવણી

અથડામણ / આસામ-મિઝોરમ સરહદ વિવાદે લોહિયાળ વળાંક લીધો, 6 પોલીસકર્મીઓનાં થયા મોત

બીજી તરફ, શશી થરૂરનાં વકીલ વિકાસ પાહવાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, એસઆઈટીની તપાસમાં તેમનો ક્લાયંટ સંપૂર્ણ રીતે નિર્દોષ જાહેર થયો છે. તેથી તેમની સામે આરોપો ઘડવાનો કોઈ અર્થ નથી. અગાઉ કોર્ટે અનેક વખત આરોપો ઘડવાનો આદેશ મોકૂફ રાખ્યો હતો. કોર્ટમાં આ મામલે ચર્ચા 12 એપ્રિલનાં રોજ પૂર્ણ થઈ હતી. પાહવાએ થરૂરને ડિસ્ચાર્જ કરવાની વિનંતી કરતાં કહ્યું હતું કે, તેમના ક્લાયંટ પર સેક્શન 498 એ (પતિ કે તેના કોઈ સંબંધી પર મહિલા પર ક્રૂરતા આચરવામાં આવે છે) અથવા 306 (આત્મહત્યા માટે ઉકસાવવું) હેઠળ લગાવવામાં આવેલા આરોપોનાં કોઈ પુરાવા નથી. મળતી માહિતી મુજબ, શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી, 2014 ની રાત્રે એક હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે સમયે થરૂરનાં સત્તાવાર બંગલાનાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવાથી દંપતી હોટેલમાં રોકાઈ રહી હતી. દિલ્હી પોલીસે થરૂર વિરુદ્ધ કલમ 498 એ અને 306 હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ તેની ધરપકડ કરી નથી. 5 જુલાઈ, 2018 નાં રોજ થરૂરને જામીન મળી ગયા હતા.

11 527 શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં મોત મામલે આજે સુનાવણી

વિકાસ બેસી ગયો /  ગોંડલ ન.પા.ના રોડ-રસ્તાના કામોની પ્રથમ વરસાદે જ પોલ ખૂલી જતાં કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે, સુનંદા પુષ્કરનું પોસ્ટમોર્ટમ એઈમ્સ ખાતે કરાયું હતું. ત્યાંના ડોકટરોએ જણાવ્યું કે સુનંદાનાં શરીર પર 12 થી વધુ નિશાન હતા. તેમાંથી એક તેના ગાલ પર હતો, જે સૂચવે છે કે તેના ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી અને સાથે જ તેના ડાબા હાથ પર માનવ દાંતનાં નિશાન પણ જોવા મળ્યા હતા. તેના શરીરમાં કંઇપણ મળ્યું ન હતું, જેના પરથી એમ કહી શકાય કે સુનંદાનું મોત દવાની ઓવરડોઝથી થયું હતું. તેના શરીરમાં નજીવી માત્રામાં ‘અલ્પ્રાઝોલમ’ મળી આવી હતી. ડોક્ટરોએ એમ પણ કહ્યું હતું કે તેમનું મૃત્યુ અકુદરતી અને અચાનક થયુ હતું.