Not Set/ કોચીન : બંદરે લાંગેલા જહાજમાં ધમાકા સાથે આગ, ૫ના મોત

કોચીન મંગળવારે કેરળમાં કોચીન શીપયાર્ડમાં ઓએનજીસીના એક શીપમાં ધમાકા બાદ આગ લાગતા ઘટનાસ્થળે ૫ વ્યક્તિના મોત થયા હતા અને ૧૧ થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ૪ ઘાયલ થયેલા વ્યક્તિને તત્કાલમાં નજીકની મેડીકલ ટ્રસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પીટલના ડોક્ટરે જણાવ્યું કે, આ ચાર પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર છે તેનું શરીર ૮૦ ટકાથી […]

India
cochin 1 કોચીન : બંદરે લાંગેલા જહાજમાં ધમાકા સાથે આગ, ૫ના મોત

કોચીન

મંગળવારે કેરળમાં કોચીન શીપયાર્ડમાં ઓએનજીસીના એક શીપમાં ધમાકા બાદ આગ લાગતા ઘટનાસ્થળે ૫ વ્યક્તિના મોત થયા હતા અને ૧૧ થી વધુ લોકો ઘાયલ થયા હતા.

જેમાંથી ૪ ઘાયલ થયેલા વ્યક્તિને તત્કાલમાં નજીકની મેડીકલ ટ્રસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પીટલના ડોક્ટરે જણાવ્યું કે, આ ચાર પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર છે તેનું શરીર ૮૦ ટકાથી વધુ આગમાં દાઝી ગયું છે અને બાકીના ત્રણ સારવાર હેઠળ છે.

ધમાકો ઘણો મોટો હોવાને લઈને આગ ઘણી મહેનત બાદ કાબુમાં આવી હતી.

રીપોર્ટના જણાવ્યા પ્રમાણે એક જહાજને મેન્ટેનન્સ માટે લાવવામાં આવ્યું હતું અને તે દરમ્યાન જ તેમાં આગ લાગી હતી.જો કે આગ લાગવાના સાચા કારણ માટેની તપાસ હાલ ચાલુ છે.

મીડિયાના રીપોર્ટ મુજબ શીપયાર્ડમાં અચાનક ધમાકો થયો હતો જેના અવાજને લઈને દોડાદોડી થઇ ગઈ હતી.