ગંભીર બેદરકારી/ સિવિલમાંથી શ્વાસની થઈ ચોરી! કોરોનાકાળમાં દાતાઓએ આપેલા 100 સિલિન્ડર ગુમ

કોરોના કાળમાં દાતાઓએ આપેલા 100 થી વધુ સિલિન્ડર ગુમ થયા છે. કોરોનાના બે વર્ષ પછી પણ ઓક્સિજન બાટલા પરત માંગવામાં આવ્યા નહીં. 100થી વધુ બાટલા ગુમ થયા છે

Gujarat Rajkot Trending
Untitled 17 સિવિલમાંથી શ્વાસની થઈ ચોરી! કોરોનાકાળમાં દાતાઓએ આપેલા 100 સિલિન્ડર ગુમ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સમયાંતરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવાદો સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વાર સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી જોવા મળી છે. સીવીલ હોસ્પિટલમાંથી 100થી વધુ ઓક્સિજનના સિલિન્ડર ગુમ થયા છે. આ સિલિન્ડર ચોરી થયા છે કે ગુમ થયા, તે તંત્રને પણ ખબર નથી.

આપને જણાવી દઈએ કે, કોરોના કાળમાં દાતાઓએ આપેલા 100 થી વધુ સિલિન્ડર ગુમ થયા છે. કોરોનાના બે વર્ષ પછી પણ ઓક્સિજન બાટલા પરત માંગવામાં આવ્યા નહીં. 100થી વધુ બાટલા ગુમ થયા છે તે હોસ્પિટલના જ સ્ટાફે ઘર ભેગા કર્યા હોવાની ચર્ચા છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો મોટો ભાંડા ફોડ થાય તેમ છે. દાતાઓએ આપેલા સિલિન્ડરની રજીસ્ટરમાં પણ કોઈ નોંધ કરવામાં આવી નથી.

કોરોનાના બે વર્ષ પછી પણ ઓક્સિજન બાટલા પરત માંગવામાં આવ્યા નહીં. 100થી વધુ બાટલા ગુમ થયા છે તે હોસ્પિટલના જ સ્ટાફે ઘર ભેગા કર્યા હોવાની ચર્ચા હાલ થઈ રહી છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો મોટો ભાંડાફોડ થાય તેમ છે. દાતાઓએ આપેલા સિલિન્ડરની રજીસ્ટરમાં પણ કોઈ નોંધ કરવામાં આવી નથી.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!