સુરત
સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ શાલુ ડાઈંગ મિલમાં આગ ભડકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ મિલમાં ધડાકાભેર સાથે સ્લેબ તૂટી પડવાથી આગ લાગી હતી. ત્યારે આ સ્લેબ પડતા નીચે કામ કરતા મજૂરો પર પડતા મજુરો ઈજાગ્રસ્ત થયા હતા.
એકાએક સ્લેબ તૂટ્યા બાદ જેટ મશીનની ઓઇલ ટેન્ક ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતુ. આ ઘટનામાં 30 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આગને પગલે 6 ફાયર ફાઈટર સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
ફાયર ફાઈટરે ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને ભારે જહેમત બાદ આગમાંથી બહાર કાઢ્યા હતા. અન્ય ત્રીસ જેટલા કામદારો પણ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરે વિકરાળ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.