Not Set/ ફરી ઝડપાયો નશાનો સામાન, SOG ટીમે બે શખ્સોની 4 કિલોથી વધુ ગાંજા સાથે કરી ધરપડ

ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ અમદાવાદ શહેરની સ્પેશિયલ ઓપરેશન ટીમે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસેથી ગાંજાનાં જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. SOG ની ટીમને બાતમી મળી હતી તે બે શખ્સો જશોદાનગરથી નશાયુક્ત પદાર્થનો જથ્થો લઈને સીટીએમ તરફ જવાનાં છે જેથી એસઓજી ટીમે બાતમીનાં આધારે વોચ ગોઠવીને સરદારનગરમાં રહેતા 19 વર્ષીય ધનસિંગ રાજપૂત તેમજ ચંદુ ઉર્ફે […]

Ahmedabad Gujarat
SOG1 ફરી ઝડપાયો નશાનો સામાન, SOG ટીમે બે શખ્સોની 4 કિલોથી વધુ ગાંજા સાથે કરી ધરપડ

ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

અમદાવાદ શહેરની સ્પેશિયલ ઓપરેશન ટીમે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસેથી ગાંજાનાં જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. SOG ની ટીમને બાતમી મળી હતી તે બે શખ્સો જશોદાનગરથી નશાયુક્ત પદાર્થનો જથ્થો લઈને સીટીએમ તરફ જવાનાં છે જેથી એસઓજી ટીમે બાતમીનાં આધારે વોચ ગોઠવીને સરદારનગરમાં રહેતા 19 વર્ષીય ધનસિંગ રાજપૂત તેમજ ચંદુ ઉર્ફે કિકા મારવાડીને ઝડપી લીધા હતા. આરોપી પાસેની બેગ પોલીસે ચકાસતા તેમાંથી 4 કિલો 540 ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો.

એસઓજીની ટીમે આરોપી પાસેથી રોકડ રકમ 2200 તેમજ 8 હજારની કિંમતનાં બે મોબાઈલ ફોન અને 45 હજાર 400 ની કિંમતનો ગાંજો એમ કુલ મળીને 55 હજાર 600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પકડાયેલા આરોપીઓ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રનાં સચીન નામનાં ઈસમ પાસેથી લાવ્યા હોવાનું કબુલ્યુ હતુ..તેમજ આ જથ્થો સરદારનગરનાં રાહુલ બાતુંગેએ મંગાવ્યો હોવાનું જણાવ્યુ હતુ.જેથી એસઓજીની ટીમે અન્ય બે આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી છે.