Not Set/ મુંબઈ ફરીથી આતંકવાદીઓના નિશાના પર, જૈશ હુમલો કરી શકે છે : ઇન્ટેલિજન્સ

ફરી એકવાર મુંબઈ આતંકવાદીઓના નિશાના પર છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સુરક્ષા દળો તેમજ મુંબઇ જેવા શહેરોની સાથે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા કરવાની તૈયારીમાં છે. ગુપ્તચર એજન્સીઓએ આ માહિતી સરકારને આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીરમાંથી કલમ 370 નાં હટાવ્યા બાદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો ભારત સામે આતંકવાદી હુમલો કરવાની કાવતરું ઘડી […]

Top Stories India
Mumbai 1 મુંબઈ ફરીથી આતંકવાદીઓના નિશાના પર, જૈશ હુમલો કરી શકે છે : ઇન્ટેલિજન્સ

ફરી એકવાર મુંબઈ આતંકવાદીઓના નિશાના પર છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સુરક્ષા દળો તેમજ મુંબઇ જેવા શહેરોની સાથે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા કરવાની તૈયારીમાં છે. ગુપ્તચર એજન્સીઓએ આ માહિતી સરકારને આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીરમાંથી કલમ 370 નાં હટાવ્યા બાદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો ભારત સામે આતંકવાદી હુમલો કરવાની કાવતરું ઘડી રહ્યા છે. 

mumbai attacks paris મુંબઈ ફરીથી આતંકવાદીઓના નિશાના પર, જૈશ હુમલો કરી શકે છે : ઇન્ટેલિજન્સ
 

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે જ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ખસી જવાથી ભારતમાં પુલવામા જેવી આતંકવાદી ઘટનાઓ થઈ શકે છે. જ્યાથી જમ્મુ-કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે અને જમ્મુ-કાશ્મીર પુનર્રચના બિલ પસાર કરીને સરકાર દ્વારા કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદથી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે. અને આવા સંજોગોમાં જ હતપ્રભ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન દ્વારા આ નિવેદન આપવામા આવ્યું હતું. 

mumbai terror attack મુંબઈ ફરીથી આતંકવાદીઓના નિશાના પર, જૈશ હુમલો કરી શકે છે : ઇન્ટેલિજન્સ

ઇમરાન ખાનનાં આ નિવેદન મારફતો પાકિસ્તાન તેમાં ફાલીફૂલી રહેલા તેના આતંકવાદી જૂથોને ટેકો આપવાનો પ્રયાસ કરી રહેલા હોય તેવા સંકેત આપી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન ભારતને અસ્થિર કરવા અને ખીણમાં અશાંતિ ફેલાવવાના આશય સાથે આતંકવાદી જૂથોને  ભારતમાં આતંકી હુમલા કરવા માટે પ્રોત્સાહન આપી શકે છે.

Mumbai 2 મુંબઈ ફરીથી આતંકવાદીઓના નિશાના પર, જૈશ હુમલો કરી શકે છે : ઇન્ટેલિજન્સ

સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે ગઈકાલે રાવલપિંડીમાં વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમામ પાર્ટીની બેઠક બાદ જૈશ ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહરનાનો નાના ભાઈ રૌફ અઝગર પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીર તરફ રવાનાં થઇ ગયો હતો. અને ભારત અને પાકિસ્તાનનાં સરહદી વિસ્તારોમાં રૌફ  દાખલ થઇ ગયાનાં અહેવાલો મળી રહ્યા છે.

Mumbai 1.jpg1 મુંબઈ ફરીથી આતંકવાદીઓના નિશાના પર, જૈશ હુમલો કરી શકે છે : ઇન્ટેલિજન્સ

આપને જણાવી દઇએ કે, ભારતનાં પંજાબને અડીને આવેલા પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરમાં જૈશની શિબિરોમાં મોટી સંખ્યામાં ભરતી થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓ અનુમાન કરી રહી છે કે આ આતંકવાદીઓ ભારતમાં કેટલાક માળખાગત સુવિધાઓ અને આર્થિક માળખાગત સુવિધાઓને પોતાનું નિશાન બનાવી શકે છે. ત્યારે ફરી દેશની આર્થિક રાજધાની આતંકનાં ઓછાયા નીચે હોવાની ભિંતી સેવાઇ રહી છે.  

Mumbai 1.jpg2 મુંબઈ ફરીથી આતંકવાદીઓના નિશાના પર, જૈશ હુમલો કરી શકે છે : ઇન્ટેલિજન્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.