Chhotaudepur/ અંધશ્રદ્ધા નામે લોકો લગાડે છે જંગલમાં આગ, આ રીતે આવ્યું નિરાકરણ

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ડુંગરોની હારમાળા અને જંગલોને અંધશ્રદ્ધાના નામે સળગાવી દેવામા આવે છે જેને લઇ અમૂલ્ય કુદરતી સંપતિનો નાશ તો થાય છે સાથો સાથ ડુંગર અને જંગલોમાં…

Top Stories Gujarat Others
Superstition in Chhotaudaipur

Superstition in Chhotaudaipur: છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ડુંગરોની હારમાળા અને જંગલોને અંધશ્રદ્ધાના નામે સળગાવી દેવામા આવે છે જેને લઇ અમૂલ્ય કુદરતી સંપતિનો નાશ તો થાય છે સાથો સાથ ડુંગર અને જંગલોમાં રહેતા જીવોની પણ હિંસા થતી હોય છે, ત્યારે આદિવાસી સમાજના લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય તે બાબતે જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પહેલ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના છેવાડે આવેલ છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સૌંદર્ય સભર વિસ્તારોની ડુંગરોની હારમાળા આવેલ છે, જેમાં કુદરતે અખૂટ કિંમતી કહીં શકાય તેવી સંપતિ આપી છે. આવાજ વિસ્તારોમાં ભોળા કહી શકાય તેવા આદિવાસી સમાજના લોકો રહેતા હોય છે. આવા લોકોને અહીના કેટલાક તાંત્રિક અને ભુવાઓ પોતાનો રોટલો શેકવા માટે આ લોકોને ધંધા રોજગાર અને બિમારીમાંથી મુક્તિ માટે બાધા લેવડતા હોય છે અને તે પણ એવી બાધા કે જેનાથી ડુંગરોમાં આગ લગાડતા ડુંગરો ભડ ભડ બળતા હોય છે. પણ આવા લોકોએ નથી જાણતા કે તેઓ તેમાં વસતા જીવ જંતુની હિંસા કરી રહી છે. સાથો સાથ પ્રકૃતિને પણ ભારે નુકશાન પહોચાડી રહ્યાં છે. રાજકોટના જળ ક્રાંતિ ટ્રસ્ટના મનસુખ સુવાજ્ઞા જ્યારે આ વિસ્તારમા આવ્યા ત્યારે તેમને ડુંગરોમાં આગ જોઈ હતી અને તેમણે નક્કી કર્યું કે આગ લગાડવાની પ્રથા દૂર થાય તે માટે તેઓ બની શકે તેઓ પ્રયાસ કરશે.

બોડેલી તાલુકાના ભેખડીયા ગામ નજીક ફેણાય ડુંગર આવેલ છે જેમાં કિંમતી વૃક્ષો અને આયુર્વેદિકમાં ઉપયોગમાં આવે તેવી વનસ્પતિ પણ સળગાવી દેતામાં આવતા અમૂલ્ય વન પેદાશોનો નાશ થાય છે. મનસુખ સુવાગ્યાએ ગામ લોકોને મળ્યા અને પર્યાવરણ અને કુદરતી સંપતિની સમજ આપી હતી. આજના લોકો સમજતા થયા અને ફેણાય ડુંગરની આસપાસ 15 કિમીના વિસ્તારની પરિક્રમા કરવામાં આવી રહી છે જેને લઈ લોકોમાં એક સંદેશ જશે અને અંધશ્રદ્ધા બાબતે સુધારો આવે તેવું હવે લોકો માની રહ્યા છે.

રાજકોટના મનસુખ સુવાજ્ઞા આ વિસ્તારના આદિવાસી લોકો વ્યશન મુક્ત બને, પર્યાવરણનું જતન કરે અને વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થાય તે માટે ખૂબ પ્રયાસો કર્યા છે, ત્યારે આ વિસ્તારમાં તેમનું ખાસ માન છે અને તેમની વાતને લોકો માની પણ રહ્યા છે. મનસુખ ભાઈએ લોકોને એ પણ સમજ પણ આપી હતી કે, અંધશ્રદ્ધામાં લોકો આગ લગાડીને પર્યાવરણ અને જીવ જંતુઓની હિંસા કરી રહ્યા છે. આ વિસ્તારના તમામ લોકોએ આ વાતને સ્વીકારી પણ લીધી, જે બાદ ભેખડિયા ગામ નજીક આવેલ ફેણાય માતાના મદિર નજીક જે ડુંગર આવેલ છે તેની પરિક્રમા કરવાનું અને સપથ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જયારે આદિવાસી સમાજના લોકોને એ સ્પથ લેવડાવ્યા કે તેઓ અંધશ્રદ્ધા બાબતે તેઓ ડુંગરમાં આગ નહિ લગાડે અને કોઈને લગાડવા પણ નહિ દે.

આ પણ વાંચો: Ahmedabad/ખોખરામાં એક જ સોસાયટીમાં 5 લોકોને કડ્યું શ્વાન, શું છે હિંસક બનવાનું કારણ

આ પણ વાંચો: Congress-left/કોંગ્રેસનો સાથ, સહયોગીના સૂપડા સાફ, ત્રિપુરા વિધાનસભા ચૂંટણીએ ફરીથી સાબિત કર્યુ

આ પણ વાંચો: Stock Market/બજારે ગઇકાલનો વધારે આજે ધોઈ નાખ્યોઃ સેન્સેક્સ 501 અને નિફ્ટી 129 પોઇન્ટ ઘટ્યો