મિઝોરમ વિધાનસભાની ચુંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટી 40 માંથી 26 સીટ પરથી જીતીને સરકાર બનાવી રહી છે. મુખ્યમંત્રી તરીકે મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીનાં નેતા ઝોરમથાંગા પસંદ થયાં છે.
આજે મિઝોરમની રાજધાની અઈઝોલમાં એમની શપથવિધિ થઇ હતી. ગવર્નર કુમ્માનામ દ્વારા નેતા ઝોરમથાંગાને મુખ્યમંત્રી તરીકેનાં શપથ લેવડાવ્યાં હતા. એમણે મિઝો ભાષામાં શપથ લીધાં.
Aizawl: Mizo National Front leader Zoramthanga takes oath as the Chief Minister of Mizoram. pic.twitter.com/nce5oo7ukE
— ANI (@ANI) December 15, 2018
તેઓ મિઝોરમનાં પૂર્વ મુખ્યમંત્રી છે. વર્ષ 1998 થી 2008 સુધી સતત બે ટર્મ માટે તેઓએ મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવી હતી.
મિઝોરમમાં કોંગ્રેસ 5 સીટ પર જીતી હતી જયારે બીજેપી માત્ર 1 સીટ પર જ જીતી હતી. એ બધાં સામે મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટી 26 સીટની મેજોરિટી સાથે ચુંટણી જીતી ગઈ હતી.
