પાકિસ્તાનના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને ટેલિવિઝન વ્યક્તિત્વ ઉમર શરીફનું નિધન થયું. જેઓ 66 વર્ષના હતા. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર ઓમર શરીફે જર્મનીમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. ગયા વર્ષે તેની હાર્ટ બાયપાસ સર્જરી થઈ હતી અને ત્યારથી તેની તબિયત સ્મૃતિ ભ્રંશ સહિત કથળી રહી હતી.
આ પણ વાંચો : સુરતના સચિન વિસ્તારમાં બહેનની સામે જ પાડોશી કરી ભાઈની હત્યા
28 સપ્ટેમ્બરે ઓમર શરીફને એર એમ્બ્યુલન્સ દ્વારા અમેરિકા લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ રસ્તામાં તેમનું સ્વાસ્થ્ય બગડ્યું. આવી સ્થિતિમાં જર્મનીમાં રોકાણ દરમિયાન તેમની સારવાર ચાલી રહી હતી. તાજેતરમાં, તેમણે વિઝા મેળવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પાસે મદદ માંગી હતી જેથી તેઓ સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકે.
આ પણ વાંચો :પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 127 રૂપિયે પહોંચતા હાહાકાર મચ્યો
ઉમર શરીફના નજીકના મિત્રના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો. તેમણે બે વખત બાયપાસ સર્જરી પણ કરાવી હતી. હાસ્ય કલાકાર, અભિનેતા અને નિર્માતા તરીકે મનોરંજન જગતમાં યોગદાન બદલ તેમને તમગા-એ-ઈમ્તિયાઝથી નવાજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :સ્વદેશી અંગે સંઘના આક્રમક વલણના અનેક અર્થઘટનો
