સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત માલિહા લોધીને બરતરફ કર્યા પછી પાકિસ્તાન ને ઘણા કટાક્ષનો સામનો કરવો પડ્યો છે, જેને લઈને પાકિસ્તાન સરકારને સ્પષ્ટતા કરવી પડી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે માલિહા લોધીને હટાવવામાં આવ્યા ન હતા, પરંતુ તેમનો કાર્યકાળ પૂરો થયો હતો.
કિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને પાકિસ્તાન પરત આવતાની સાથે જ તેમણે માલિહા લોધીને તેમના પદ પરથી દૂર કર્યા હતા. પાકિસ્તાનમાં આ નિર્ણયને લઈને દુનિયા ભરમાં જાત જાતના સવાલો ઊભા થયા હતા. જે અંગે હવે પાકિસ્તાને આ મામલે ખુલાસો આપ્યો છે.
There is no truth whatsoever in insinuations that Dr Maleeha Lodhi was ‘removed’ for any reason. She completed her tenure and as FM has said, she served Pakistan with distinction and commitment and organised the Prime Minister’s successful UNGA visit with skill and dedication.
— Ministry of Foreign Affairs – Pakistan (@ForeignOfficePk) October 4, 2019
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો.મહમદ ફૈસલે કહ્યું છે કે, આ મલિહા લોધીને તેમના પદ પાર્થિદૂર નથી કરવામાં આવ્યા પરંતુ તેમનોકાર્યકાલ સમાપ્ત થયો હતો॰ વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, લોધી એ પાકિસ્તાનની પ્રતિબદ્ધતા સાથે સેવા આપી છે. કુશળતા અને સમર્પણથી તેમણે વડા પ્રધાનની સંયુક્ત રાષ્ટ્રની સફળ મુલાકાતનું આયોજન કર્યું.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની રાજદૂત માલિહા લોધીની જગ્યાએ હવે મુનીર અકરમની નિયુક્તિ કરવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોમવારે આની જાહેરાત કરી હતી. યુએનમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમ હશે. મુનીર અકરમ અગાઉ આ પદ 2002 અને 2008 ની વચ્ચે સંભાળી ચૂક્યા છે. તેઓ ન્યુ યોર્કના મુખ્ય મથક પર રહેશે.
મલીહા લોધીનો વિવાદો સાથેનો સંબંધ
માલિહા લોધી તાજેતરમાં જ એક ચર્ચામાં આવી હતી જ્યારે તેણે એક ફોટો ટ્વિટ કર્યું હતું. જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને બ્રિટીશર બોરિસ જ્હોનસનની મુલાકાત હતી. આ ફોટોનું કેપ્શન લખતી વખતે, મલિહા લોધી થી મોટી ચૂક થઇ હતી અને તેમણે જહોનસનને બ્રિટનના વિદેશ પ્રધાન લખી નાખ્યું હતું. થોડા સમય પછી, તેમને તેમની ભૂલનો અહેસાસ થયો અને તેમણે પોતાનું ટ્વીટ ડિલીટ કર્યું.
આ પહેલીવાર નથી જ્યારે મલીહા લોધીએ જાહેરમાં પાકિસ્તાનની જગહસાઈ કરવી હોય. આ પહેલા મલિહા લોધીએ ગાઝાની ઘાયલ થયેલી 5 પેલેસ્ટિનિયન યુવતીની તસવીર બતાવી હતી અને કહ્યું હતું કે તે કાશ્મીરની પીડિત યુવતી છે. ખરેખર લોધી એ કહેવાનો પ્રયત્ન કરી રહી હતી કે, પેલેટ ગનને કારણે તે યુવતીની હાલત છે. જ્યારે તેણી તેના ભાષણના સંદર્ભમાં ખોટી તસવીરનો ઉપયોગ કરતી હતી.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
