Not Set/ ‘અમે સલામત પહોચી ગયા છીએ’ સંદેશથી ભારતીય ગુપ્તચર તંત્ર એલર્ટ

ભાવનગર ખાતે આવેલા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં બે જહાજો દ્વારા સેટેલાઈટ ફોન દ્વારા સંદેશની આપલે –કર્યાનું અને સંદેશા ની આપ-લેબાદ ફોન તોડીને દરિયામાં ફેકી દેવાની ઘટનાથી સમગ્ર તંત્ર અત્યારે હાઇ એલર્ટ પર છે. અલંગ ખાતે ખૂબ મોટી સંખ્યામાં જગજો ભંગાવા માટે આવતા હોય છે. અલંગમાં ભાંગવાં માટે આવેલા બે શીપ ‘અલ ડોલા’ અને અલ હમલ’ ઓમાનથી […]

Top Stories Gujarat Others

ભાવનગર ખાતે આવેલા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં બે જહાજો દ્વારા સેટેલાઈટ ફોન દ્વારા સંદેશની આપલે –કર્યાનું અને સંદેશા ની આપ-લેબાદ ફોન તોડીને દરિયામાં ફેકી દેવાની ઘટનાથી સમગ્ર તંત્ર અત્યારે હાઇ એલર્ટ પર છે. અલંગ ખાતે ખૂબ મોટી સંખ્યામાં જગજો ભંગાવા માટે આવતા હોય છે.

અલંગમાં ભાંગવાં માટે આવેલા બે શીપ ‘અલ ડોલા’ અને અલ હમલ’ ઓમાનથી અલંગ માટે નીકળ્યા હતા. અને ભારત પાકિસ્તાન ની જળ સીમામાં પ્રવેશ કર્યો હતો. ઓમાનથી રવાના થયા  બાદ ‘અલ હમલના એન્જિનમાં ખામી સર્જાતા તેના કેપ્ટને આની જહાજ ‘અલ ડોલા’ના સાથે સેટેલાઈટ ફોન થી વાત કરી હતી. આ વાત ચિત પરથી બંને જહાજ ભારતના ગુપ્તચર વિભાગના રડારમાં આવી ગયા છે.  આ વાતચીત દરમિયાન અલ હમલના કેપ્ટને જહાજના માલિકને સેટેલાઇટ ફોન પર ‘અમે સલામત પહોચી ગયા છીએ’ ફક્ત એટલી જ વાત કરી અને ફોન તોડીને પાકિસ્તાની જળ સીમમાં પધરાવી દીધો હતો.

આ મેસેજ પછી ગુપ્તચર વિભાગ સતર્ક બન્યું છે. કોસ્ટગાર્ડ, નેવી, મરીન ઇંટેલીજેંસી દ્વારા આ બંને જહાજને ટ્રેક કરવામાં આવી રહ્યાં છે. અલંગ ખાતે પહોચતા બંને જહાજનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે બંને કેપ્ટનના સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. અને  અલ હમલ ના કેપ્ટનની  કોસ્ટગાર્ડ દ્વારા 8 કલાક સુધી સઘન પૂછપરછ પણ કરવામાં આવી હતી.

અલ હમલ જહાજ ભાવનગર એંકેરેજ પર પહોચ્યું તે  પહેલા  તેમાં 10 મેમ્બર હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે જહાજ આવ્યું ત્યારે તેમાં 11 ક્રૂ મેમ્બરો નીકળ્યા હતા. જે અંગે પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.