Amraiwadi/ પત્ની અને સાસુએ પતિને આપી જાનથી મારી નાંખવાની ધમકી, જાણો શું છે મામલો

અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક યુવકએ તેના પત્ની અને સાસુ વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી યુવકના લગ્નના પાંચેક વર્ષ સુધી તેની પત્ની તેની સાથે સારી રીતે રહી હતી. જો કે બાદમાં તેના માતા…

Top Stories Gujarat
Amraiwadi Crime

Amraiwadi Crime: એક સ્ત્રીએ માતા બનવું હોય તો સ્ત્રીબીજ મહત્વના હોય છે. પરંતુ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કમાણી માટે સ્ત્રીબીજ ડોનેટ કરવા પરિણીતાએ આધારકાર્ડમાં છેડછાડ કરીને નવું આધારકાર્ડ બનાવ્યું. આ સાથે મહિલાએ એક હોસ્પિટલમાં સાક્ષી તરીકે તેના પતિની ખોટી સહી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પતિએ પત્નીની પોલ ખુલ્લી પાડી દીધી હતી. બીજી તરફ પોલીસ ફરિયાદની વાત પતિએ કરતા તેને પત્ની અને સાસુએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.  યુવકે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.

અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક યુવકએ તેના પત્ની અને સાસુ વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી યુવકના લગ્નના પાંચેક વર્ષ સુધી તેની પત્ની તેની સાથે સારી રીતે રહી હતી. જો કે બાદમાં તેના માતા પિતાને હેરાન પરેશાન કરતા બંન્ને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. જ્યારે ફરિયાદીની પત્નીએ તેના માતા પિતાના ઘરની આસપાસમાં ભાડે રહેવા માટેની જીદ કરતા ફરિયાદી ભાડે રહેવા માટે ગયો હતો. હોસ્પિટલમાં સાક્ષી તરીકેની તેમની બનાવટી સહી કરાવી સ્ત્રીબીજ ડોનેટ કરીને આર્થિક લાભ મેળવ્યો હતો. આમ આ તમામ બાબતની જાણ તેને થઇ જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંતે યુવકએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી. પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: electoral bonds/ભાજપે 2018-2022 સુધીમાં ચૂંટણી બોન્ડમાંથી ₹5,270 કરોડની કમાણી કરી

આ પણ વાંચો: anant ambani marriage/અંબાણી પરિવારમાં શરૂ થઈ લગ્નની તૈયારી, રાધિકાનું પ્રી વેડિંગ સેશન શરૂ

આ પણ વાંચો: Pakistan/શું પાકિસ્તાને કાશ્મીરમાં હાર સ્વીકારી? આર્થિક સંકટને લઈને શહબાઝ થયા ઉદાસ